પોલીસની ઓળખ આપી ભેજાબાજોએ ધરપકડનો લેટર મોકલી તબીબી પ્રેકટીશ કરતાં 14 લાખ પડાવ્યા?
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના આધેડ સાથે છેતરપિંડી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ટંકારીયા ગામના રહીશ અને ડોક્ટર તરીકે પ્રેકટીશ કરતા ફરિયાદી સાથે ભેજા બાજોએ સોશ્યલ મીડિયા થકી પોલીસ અને સેન્ટ્રલ બ્યુરો તરીકેની ઓળખ આપી ભેજબાજોએ ધરપકડનો લેટર મોકલી ઘરે પોલીસ આવશે તેવી ધમકી આપી ૧૪ લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદીએ ભેજાબાજો એ મોકલેલા બનાવેલા દસ્તાવેજો સાથે સાયબર પોલીસ મથક માં અજાણ્યા ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ સાયબર પોલીસ મથકમાં ફરિયાદી બસીર એહમદ ઇબ્રાહિમ મનમન કે જેઓ બીએસએએમ સુધી નો અભ્યાસ કર્યો છે ને હાલ ડોક્ટરીની તબીબી પ્રેકટીશ કરે છે. તેઓ એ આક્ષેપ કાર્ય છે કે અજાણ્યા ભેજાબાજો એ ૨૨/૦૯/૨૦૨૪ ના રોજ અજાણ્યા ભેજાબાજે ફોન કરી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારી તરીકેની ઓળખ આપી હિન્દી ભાષામાં વાત કરી આધાર કાર્ડ અને મોબાઈલ નંબર કાર્યરત છે
તેમ કહી બેન્ક એકાઉન્ટ સાથે લીક કરવામાં આવેલ છે તે બેન્ક એકાઉન્ટ થી ફ્રોડ કરવામાં આવેલ છે તેમ કહી ફરિયાદી સાથે અલગઅલગ સમયે વિડિઓ કોલ કરી વિશ્વાશ માં લઈ વિડિઓ કોલિંગથી વાત કરનાર ભેજાબાજો પોલીસની વર્ધીમાં અને પોલીસ સ્ટેશનમાં જ હોઈ તે પ્રકારના વિડિઓમાં બતાવી ફરિયાદીને કહેલ કે
તમારા બેન્ક એકાઉન્ટ માં ૧૫ લાખ રૂપિયા છે તેમ કહી તમારી ઉપર કેશની ઈન્વેસ્ટિગેશન પુરી થયેથી ૨૪ કલાક બાદ તમારે આ એકાઉન્ટ માં ૧૪ લાખ નાખવા પડશે જેથી ફરિયાદી ઘભરાય ગયેલ અને ભેજાબાજો એ ધરપકડ અંગે નો લેટર પણ ફરિયાદીને મોકલ્યો હતો જેથી અલગઅલગ એકાઉન્ટ માંથી કુલ ૧૪ લાખ રૂપિયા ફરિયાદી એ નાખી આપ્યા હતા .
ફરિયાદી છેતરપિંડીનો ભોગ બન્યો હોઈ અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા તથા સેંટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન ના ફ્રોડ દસ્તાવેજો મોકલી ખોટો ધરપકડનો લેટર ફરિયાદીને મોકલી ધરપકડ કરવાની ધમકી આપી ૧૪ લાખ પડાવ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદી તાત્કાલિક સાયબર પોલીસ મથકે પહોંચી અજાણ્યા ઈસમો એ ખોટી ઓળખ આપી ૧૪ લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચ સાયબરમાં એક અનોખી ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી ને છેતરવા ભેજાબાજો એ વિડિઓ કોલિંગ થકી પોલીસના વેશ સાથે વિશ્વાશમાં લઈ વાટ્સઅપમાં નકલી સહી સિક્કા વાળો નકલી વોરંટ મોકલી ભેજાબાજ પાસેથી રૂપિયા પડાવવા ધમકી આપી કે હમણાં તારા ઘરે પોલીસ પકડવા આવશે અને પોલીસથી બચવું હોઈતો ઓનલાઇન રૂપિયા મોકલ તેમ કહી ભેજાબાજોએ પોતાના એકાઉન્ટમાં ૧૪ લાખ નાખવી છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચમાં સાયબર પોલીસ મથકમાં ડોકટરે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છેકે ભેજાબાજો એ પોલીસના કપડાં સાથેનો વાટ્સઅપ વિડિઓ કોલીગ કરી પોલીસના કપડાંમાંજ વાતચીત કરી પોલીસ સ્ટેશન બતાવી ધમકાવી રૂપિયા પડાવ્યા છે જેથી આ મામલે પોલીસ તાપસ કરે તો નકલી પોલીસ સાથે નકલી પોલીસ સ્ટેશન પણ ઝડપાઈ શકે તેવા પુરેપુરા એંધાણ વર્તાઈ રહ્યા છે.