Western Times News

Gujarati News

SEC પાસે વિદેશી નાગરિકને સીધા સમન્સ કરવાનો અધિકાર નથીઃ રાજદ્વારી સૂત્રો

૧૯૬૫ના હેગ કન્વેન્શનના કરાર તથા ભારત અને યુએસ વચ્ચેની પરસ્પર કાનૂની સહાયતા સંધિ આવી બાબતોનું સંચાલન કરે

US રાજદ્વારી માધ્યમો થકી જ અદાણીને સમન્સ પાઠવી શકે

ન્યૂયોર્ક,અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ રૂ.૨,૨૦૦ કરોડની કથિત લાંચના કેસમાં અદાણીના સ્થાપક ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીને યોગ્ય રાજદ્વારી માધ્યમો મારફત સમન્સ પાઠવવું પડશે, કારણ કે તેની પાસે વિદેશી નાગરિકને સીધા સમન્સ પાઠવવાનો કોઇ અધિકાર નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ મામલાથી માહિતગાર બે સૂત્રોએ જણાવ્યું હતું કે SEC ઇચ્છે છે કે અદાણી કથિત લાંચના આરોપમાં પોતાનું વલણ સ્પષ્ટ કરે છે, પરંતુ આવી રિકવેસ્ટ યુએસમાં ભારતીય દૂતાવાસ દ્વારા હોવી જોઇએ અને સ્થાપિત પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આ ઉપરાંત અન્ય રાજદ્વારી ઔપચારિકતાઓનું પાલન કરવું પડશે.

યુએસ SEC વિદેશી નાગરિકો પર કોઈ અધિકારક્ષેત્ર ધરાવતી નથી અને તેઓ પોસ્ટ દ્વારા કંઇપણ પણ મોકલી શકે નહીં. ૧૯૬૫ના હેગ કન્વેન્શનના કરાર તથા ભારત અને યુએસ વચ્ચેની પરસ્પર કાનૂની સહાયતા સંધિ આવી બાબતોનું સંચાલન કરે છે. આ સંધિઓમાં આવી રિકવેસ્ટ માટે કઇ પ્રક્રિયાનું પાલન કરવું તેની સ્પષ્ટ જોગવાઈઓ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમન્સ ન્યૂયોર્ક કોર્ટમાં SECએ ફાઇલ કરેલા કાનૂની ડોકેટનો એક ભાગ છે અને તે અદાણીને વાસ્તવમાં પાઠવવામાં આવે તે પહેલા થોડો સમય લાગશે.

અદાણીને અત્યાર સુધી કોઈ સમન્સ પાઠવવામાં આવ્યું નથી.ન્યૂયોર્ક ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટ મારફતની ૨૧ નવેમ્બરની US SEC નોટિસમાં જણાવાયું છે કે આ સમન્સ મળ્યાના ૨૧ દિવસમાં તમારે આ સાથે બિડેલી ફરિયાદ અથવા ફેડરલ રુલ્સ ઓફ સિવિલ પ્રોસિજરના નિયમ ૧૨ હેઠળના મોશનનો એસઈસીને જવાબ આપવાનો રહેશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.