ભારતનું ભુલાઈ ગયેલું ગૌરવ ફરી રજૂ કરવું જોઈએઃ ભાગવત
RSS વડાએ ભારતીય સંસ્કૃતિના ઉત્થાન પર ભાર મૂક્યો
મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં દેશમાં વિજ્ઞાનના મહત્વ પર વાત કરી હતી
હૈદરાબાદ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિના ઉત્થાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતનું ભુલાઈ ગયેલું ગૌરવ ફરીથી રજૂ કરવું જોઈએ. મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં દેશમાં વિજ્ઞાનના મહત્વ પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં નીતિકતા પર ભાર મૂકનાર વૈજ્ઞાનિકોનું ઉદાહરણ પણ આપ્યું હતું.મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતની મૂલ્ય વ્યવસ્થા વ્યક્તિની બુદ્ધિમત્તા પર ભાર મૂકે છે.
મુદ્દાઓ પ્રત્યે ભારતના અભિગમમાં તર્ક અને બુદ્ધિમત્તા છે. આવી સ્થિતિમાં, દેશને સમસ્યાઓ માટે અન્ય અભિગમ અપનાવવાની જરૂર નથી. ભારત વિદેશમાંથી સારી વસ્તુઓ અપનાવી શકે છે પરંતુ તેમાં ભારતનો આત્મા અને સંરચના હોવી જોઈએ.ભાગવતે કહ્યું હતું કે આપણે સનાતન ધર્મ અને સંસ્કૃતિને સમકાલીન સ્વરૂપ આપવા વિશે વિચારવું પડશે. આ માટે આપણે ભારતની ભુલાઈ ગયેલી કીર્તિનો ફરી પરિચય કરાવવો પડશે.ભાગવતે કહ્યું હતું કે વિવિધતામાં પણ એકતા છે. જો એકતા હોય તો બધું આપણું છે. બધા ખુશ હશે તો આપણે પણ ખુશ થઈશું. તેમણે કહ્યું કે એક સમયે દેશના તમામ સંસાધનોની માલિકી સમાજની હતી, પરંતુ પછી વિદેશી શાસકોએ આવીને આપણા સંસાધન પર કબજો કર્યાે. જેના કારણે આપણે આ સ્થિતિમાં પહોંચી ગયા છીએ. ss1