Western Times News

Gujarati News

સુરતમાં વ્યાજખોરના ત્રાસથી આધેડે જીવન ટૂંકાવ્યું

ધમકી આપી માંગતા હતા વધારે વ્યાજ
આ સમગ્ર કેસમાં મહિધરપુરા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં પોલીસે ૧૦ દિવસ બાદ ફરિયાદ નોંધી છે

સુરત,સુરતના મહિધરપુરામાં વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને એક વ્યકિતએ આપઘાત કર્યાે હોવાની વાત સામે આવી છે,જેમાં સારવાર દરમિયાન આધેડનું મોત નિપજયું છે.ફરિયાદ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાની વાત છે જેમાં ૧૦ દિવસ બાદ મહિધરપુરા પોલીસે ફરિયાદ નોંધી હતી,તો બંને વ્યાજખોરો રૂપિયા બાબતે વારંવાર મૃતકને આપતા હતા ધમકી.સુરતમાં વ્યાજખોરના કારણે એક વ્યકિતએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે,સુરતના બેગમપુરાનાં આધેડે ઝેર ગટગટાવી લેતાં હાલત ગંભીર બની હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે,ત્યારે આ ઘટનામાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે બીજી તરફ મિત્ર પાસે રૂપિયાની માંગણી કરી હતી અને માસિક ૩૦ ટકા વ્યાજ આરોપીઓને આપતા હોવાની વાત સામે આવી છે.

મિત્રના કારણે જ મિત્ર મોતને ઘાટ ઉતરી ગયો એવી સ્થિતિનું સર્જન થયું છે,મિત્રએ મૃતકને કહ્યું હતુ કે તને રૂપિયા આપું પણ તેની સામે તારે મને વ્યાજ આપવું પડશે.આ સમગ્ર કેસમાં મહિધરપુરા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં પોલીસે ૧૦ દિવસ બાદ ફરિયાદ નોંધી છે,પોલીસે કેમ મોડી ફરિયાદ નોંધી તેની પર પણ સવાલો ઉભા થાય છે.પરિવારજનોનો પોલીસ પર આક્ષેપ છે કે,પોલીસને આ ઘટનાની જાણ હતી તેમ છત્તા પોલીસે મોડી કાર્યવાહી કરી અને અંતે અમારે અમારા પરિવારના સભ્યને ગુમાવવાનો વારો આવ્યો છે.

મિત્ર શાબીર ગુલામ મુસ્તુફા શેખ દર મહીને વ્યાજના રૂપિયા ૩૦ હજાર લેતો હતો.શાબીરને વ્યાજ ચૂકવવા માટે ગુલામ શેખે તેના બીજા મિત્ર ઇબ્રાહીમ પાસે રૂપિયા લીધા હતા અને બંને વ્યાજખોરો રૂપિયા બાબતે ઝઘડો કરી અપશબ્દો પણ બોલ્યા હતા અને જાહેરમાં અપમાનિત કરીને ધમકી આપી હતી,તો મૃતકે માનસિક તણાવમાં આવીને આપઘાત ના ઇરાદે ઝેર ગટગટાવી લીધું છે.આ સમગ્ર કેસમાં ગુલામ શેખની પત્ની એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મહિધરપુરા પોલીસની ગંભીર બેદરકારી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.