પાકિસ્તાનમાં 4000થી વધુ ઈમરાન ખાનના સમર્થકોની ધરપકડ
પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન બન્યું હિંસક!
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ’ એ ફરી એકવાર દેશમાં બળવો પોકાર્યાે છે
લાહોર,પાકિસ્તાનમાં ૨૪ નવેમ્બરના રોજ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે વિરોધ કર્યાે હતો. આ વિરોધ હિંસક બન્યો હતો. પોલીસે ૪ હજારથી વધુ પીટીઆઈ સમર્થકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત દેશમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ૨૪ નવેમ્બરે રાજધાની ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ વિરોધને રોકવા માટે સરકારે પોલીસ દળો તૈનાત કર્યા હતા.
એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન પોલીસે ૪ હજારથી વધુ સમર્થકોની ધરપકડ કરી છે. આ વિરોધ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માગ માટે કરવામાં આવ્યો હતો. PAK પંજાબ પ્રાંતના સુરક્ષા અધિકારી શાહિદ નવાઝે સમર્થકોની ધરપકડની પુષ્ટિ કરી હતી, જેમાં પાંચ સાંસદો પણ સામેલ હતા. આ પ્રદર્શનને રોકવા માટે સરકારે અનેક પગલાં લીધાં. સત્તાવાળાઓએ ઈસ્લામાબાદને શિપિંગ કન્ટેનરથી સીલ કરી દીધું હતું અને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પીટીઆઈના ગઢ સાથે શહેરને જોડતા મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા હતા.
પીટીઆઈ પાર્ટીના ભૂતપૂર્વ વડા ઈમરાન ખાને ૧૩ નવેમ્બરે આ વિરોધની જાહેરાત કરી હતી, તેમણે કહ્યું હતું કે આ ગુલામીની બેડીઓ તોડવા માટેનો વિરોધ છે. પીટીઆઈ પાર્ટી સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી તેમના જેલમાં બંધ નેતાઓને મુક્ત કરવામાં આવે. ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી ૧૫૦ થી વધુ કેસમાં જેલમાં છે. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો ૨૫ થી ૨૭ નવેમ્બર સુધી પાકિસ્તાનની મુલાકાતે છે. ૨૪ નવેમ્બરે તેમના પ્રતિનિધિમંડળના ૮૦ લોકો દેશ પહોંચ્યા હતા. આ કારણે પાકિસ્તાન સરકારે પીટીઆઈના આ વિરોધને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા. વિરોધ હિંસક બન્યો અને પોલીસ અને પીટીઆઈ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું.
ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો. સાવચેતી રાખીને, સરકારે ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં ઇન્ટરનેટ, મોબાઇલ સેવાઓ અને જાહેર પરિવહનને સ્થગિત કરી દીધું છે. સોમવારે ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં તમામ શાળા અને કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.PAK ગૃહમંત્રી મોહસિન નકવીએ કહ્યું હતું કે સરકારી ઈમારતને સીલ કરી દેવામાં આવશે અને જો કોઈ ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરશે તો તેની ધરપકડ કરવામાં આવશે. પીટીઆઈ કાર્યકર્તાઓને આગળ વધતા રોકવા માટે ઈસ્લામાબાદના ૩૭ રસ્તાઓ પર વિશાળ કન્ટેનર મૂકવામાં આવ્યા હતા, જેની તસવીરો પણ સામે આવી છે.ss1