ઉ.પાકિસ્તાનમાં સુન્ની-શિયા મુસ્લિમો વચ્ચેની હિંસક અથડામણો બાદ ૩૦૦થી વધુ પરિવારોનું સ્થળાંતર
ઉત્તર પાકિસ્તાનમાં સુન્ની અને શિયા મુસ્લિમો વચ્ચેની હિંસક અથડામણો બાદ ૩૦૦થી વધુ પરિવારોએ તેમના ઘર છોડીને ફરજ પડી છે
પાકિસ્તાનમાં શિયા-સુન્ની વચ્ચેની અથડામણમાં વધારો
નવી દિલ્હી,ઉત્તર પાકિસ્તાનમાં સુન્ની અને શિયા મુસ્લિમો વચ્ચેની હિંસક અથડામણો બાદ ૩૦૦થી વધુ પરિવારોએ તેમના ઘર છોડીને ફરજ પડી છે. પહાડી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સાંપ્રદાયિક લડાઇએ છેલ્લા મહિનાઓમાં ૧૫૦થી વધુ લોકો માર્યા ગયા છે. શનિવારે થયેલી અથડામણમાં ૩૨ લોકોના મોત થયા છે.એક રિપોર્ટ અનુસાર, એક સીનિયર અધિકારીએ કહ્યું, “આજ સવારથી જ લગભગ ૩૦૦ પરિવાર સુરક્ષાની શોધમાં હંગુ અને પેશાવરમાં સ્થળાંતરિત થયા છે. પ્રાંતના વધુ લોકો પણ કુર્રમ જિલ્લાને છોડવાની તૈયારી કરી રહ્યા છે.
આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદ સાથે જોડાયેલો છે જે હાલમાં તાલિબાનના આતંક સામે ઝઝુમી રહ્યો છે.એક સીનિયર અધિકારીએ કહ્યું કે, ‘ઘણા સ્થળોએ શિયા અને સુન્ની વચ્ચે લડાઇ ચાલુ છે. શનિવારે થયેલી અથડામણમાં માર્યા ગયેલા ૩૨ લોકોમાંથી ૧૪ સુન્ની અને ૧૮ શિયા સમુદાયના હતા.શનિવારે અથડામણમાં શિયા મુસ્લિમોના બે અલગ અલગ કાફલા પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યાના બે દિવસ બાદ થઇ હતી. આ જૂથ અથડામણમાં ૪૩ લોકોના મોત થયા હતા જ્યારે ૧૧ની હાલત ગંભીર હતી.
એક સીનિયર અધિકારીએ જણાવ્યુ કે કુર્રમ જિલ્લામાં થયેલા હુમલામાં ૩૭૧ દુકાન તેમજ ૨૦૦થી વધુ ઘરોને નુકસાન થયું છે. પ્રદર્શનકારીઓએ આખું બજાર સળગાવી દીધું હતું અને નજીકના ઘરોમાં ઘૂસી, પેટ્રોલ રેડીને આગ લગાડી હતી. પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસ કાફલો પણ ઓછો પડ્યો હતો. અધિકારીઓએ પ્રાંતીય સરકારને જાણ કરી હતી કે પરિસ્થિતિ ગંભીર છે અને વધારાના સૈનિકોને તાકીદે તૈનાત કરવાની જરૂર છે. અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે, ગયા મહિને કુર્રમ જિલ્લામાં અથડામણની અલગ અલગ ઘટના જોવા મળી હતી જેમાં બે બાળકો સહિત ૧૬ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના સ્વતંત્ર માનવાધિકાર આયોગ એ કહ્યું કે જુલાઇ અને ઓક્ટોબર વચ્ચે સાંપ્રદાયિક અથડામણમાં ૭૯ લોકોના મોત થયા છે.ss1