Western Times News

Gujarati News

ઉતાર-ચડાવ વચ્ચે પ્રાર્થના અને મિત્રોના પ્રેમ થકી મજબૂત રહી શકુ છુંઃ જેકલીન

પોતાની ૧૫ વર્ષની સફર વિશે જેક્લિને રસપ્રદ વાતો કરી

મૂળ શ્રીલંકામાં જન્મેલી અને પછી બેહરીનથી ભારતમાં આવીને સ્થાઇ થયેલી જેક્લિને ૨૦૦૯માં અલ્લાદ્દીન ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું

મુંબઈ,
જેક્લિન ફર્નાન્ડિઝે આ ઓક્ટોબરમાં ઇન્ડસ્ટ્રીમાં ૧૫ વર્ષ પૂરા કર્યાં છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની આ સફર અને કડવા-મીઠાં અનુભવો વિશે ખુલીને વાતો કરી હતી. જેકલીને કહ્યું,“આ એક ઘણા ચડાવ ઉતારવાળી સફર રહી છે. આદ્યાત્મિકતા, પ્રાર્થના અને મિત્રો તરફથી મળતાં પ્રેમ પર ધ્યાન આપી જાતને મજબૂત બનાવી રાખુ છું.”મૂળ શ્રીલંકામાં જન્મેલી અને પછી બેહરીનથી ભારતમાં આવીને સ્થાઇ થયેલી જેક્લિને ૨૦૦૯માં અલ્લાદ્દીન ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની સફર અને ભારતમાં સ્થાયી થવાના પડકારો અંગે જેક્લિને કહ્યું,“હું સાઉથ એશિયાની હોવાથી ભારત અને શ્રીલંકામાં ઘણી સાંસ્કૃતિક સામ્યતાઓ રહેલી છે. હું અહીં જેવો જ ખોરાક ખાઈને મોટી થઈ છું, જેમકે, કઢી, સબજી કે ભાત.

અમારે ત્યાં આબોહવા પણ અહીં જેવી જ છે, સાથે અમારા સાંસ્કૃતિક મૂલ્યોમાં પણ ઘણી સમાનતા છે. મારો પરિવાર મારા જીવનનો એક અતૂટ હિસ્સો છે. બાકી તો ભાષા અને વિવિધતા તો આપણે ઘરથી દૂર ક્યાંય પણ જઈએ તો નવા અપનાવીએ જ છીએ. આજે તો ભારતીયો પોતાને વિશ્વ માનવી તરીકે જુએ છે, ત્યારે તેઓ બીજા દેશોના મૂલ્યોને પણ અપનાવી રહ્યા છે. તેથી મને ક્યારેય હું બહારની હોઉં એવું લાગતું નથી.” જોકે, જેક્લિન માટે ભારતીય ભાષાઓમાં કામ કરવું થોડું અઘરું હતું. આ અંગે જેક્લિને કહ્યું,“કોઈ પણ ભાષા શીખવા માટે અને તેને સંપૂર્ણ રીતે સમજવા માટે એક પ્રક્રિયા અને સમય લાગે છે.

મારે એવા લોકો સાથે કામ કરવાનું છે, જેઓ બાળપણથી, આસપાસ, શાળામાં અને મિત્રો સાથે હિન્દી બોલતા આવ્યા છે, તેથી તેમને આ ભાષાની ઊંડી સમજ છે. જ્યારે હું ફિલ્મો કરતી વખતે હિન્દી શીખવાનું થોડું અધરું હતું. પરંતુ જેમ જેમ હું કામ કરતી ગઈ તેમ ભાષા પણ શીખતી ગઈ.”પોતાની આસપાસની નકારાત્મકતાઓનો સામનો કરવા અંગે જેક્લિને કહ્યું,“જેમ બીજા લોકોને અસર કરે છે તેમ મને પણ નકારાત્મકતા અસર કરે જ છે, મને લાગે છે કે જ્યારે લોકો ઓનલાઇન પ્લેટફોર્મ પર બીજા લોકો વિશે પોતાના નિવેદનો ખુલ્લે આમ જાહેર કરે ત્યારે ભૂલી જતા હોય છે. આદ્યાત્મિકતા, પ્રાર્થના અને પરિવાર, મિત્રો અને મારા પેટ્‌સ તરફથી મળતાં પ્રેમ પર ધ્યાન આપીને અને તેમની સાથે ખુલીને ચર્ચા કરીને મારી જાતને મજબૂત બનાવી રાખું છું.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.