61 લાખથી વધુ પ્રવાસીઓએ 15 દિવસમાં ગુજરાતના 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી
દેશ વિદેશના સહેલાણીઓએ દિવાળીમાં ગુજરાતના પ્રવાસન સ્થળોનો આનંદ માણ્યો
13 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યાઃ હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા હોટ ફેવરિટ
દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.
પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. 26 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2024 સુધી વીસ દિવસના સમયગાળામાં, રાજ્યના 16 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોકોએ મુલાકાત લીધી હતી.
આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો અને યાત્રાધામ જેમ કે સ્ટેચ્યુ ઑફ યુનિટી-આકર્ષણો, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, પાવાગઢ મંદિર, અંબાજી મંદિર, ગિરનાર રોપવે, સાયન્સ સિટી, વડનગર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, નડાબેટ, મોઢેરા સૂર્ય મંદિર, સ્મૃતિવન,
ગીર અને દેવળીયા તેમજ દાંડી સ્મારક ખાતે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા.
અમદાવાદમાં સાડા પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ કાંકરિયા પરિસરમાં વિવિધ આકર્ષણોની મોજ માણી હતી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિરોમાં સૌથી વધુ દ્વારકામાં 13 લાખથી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હતાં.
ક્રમાંક | પ્રવાસન સ્થળ | પ્રવાસીઓની સંખ્યા |
1. | સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આકર્ષણો | 4,90,151 |
2. | અટલ બ્રિજ | 1,77,060 |
3. | રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક | 16,292 |
4. | કાંકરિયા તળાવ | 5,95,178 |
5. | પાવગઢ મંદિર અને રોપવે સુવિધા | 8,92,126 |
6. | અંબાજી મંદિર, શક્તિપીઠ પરિક્રમા,ગબ્બર રોપવે અને અન્ય | 12,08,273
|
7. | ગીરનાર રોપવે | 1,05,092 |
8. | સાયન્સ સિટી (મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત) | 1,02,438 |