NCLTએ શેરધારકો અને લેણદારોની મીટિંગ માટેનો માર્ગ મોકળો કરતાં વેદાંતાના ડિમર્જરની પ્રક્રિયા આગળ વધી
વેદાંતા લિમિટેડના ડિમર્જર માટેના એક હકારાત્મક પગલામાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે શેરધારકો અને સુરક્ષિત તથા અસુરક્ષિત લેણદારોની મીટિંગ માટેનો માર્ગ મોકળો કર્યો છે જે કંપની દ્વારા તેના ઓર્ડર મળ્યાના 90 દિવસમાં યોજવામાં આવશે.“Vedanta Demerger Moves Ahead as NCLT Clears Way for Meetings of Shareholders & Creditors”.
ડિમર્જ થયેલી કંપનીના ઇક્વિટી શેરધારકોની મીટિંગ બોલાવવામાં આવે અને ઓર્ડર મળ્યાની તારીખના 90 દિવસમાં યોજવામાં આવે એમ તેના 21 નવેમ્બરના ઓર્ડરમાં ટેક્નિકલ મેમ્બર મધુ સિંહા અને જ્યુડિશિયલ મેમ્બર રીટા કોહલીની બનેલી એનસીએલટીની બે સભ્યોની બેન્ચે જણાવ્યું હતું.
વેદાંતા લિમિટેડે વેલ્યુ અનલોક કરવા અને દરેક બિઝનેસની વૃદ્ધિ તથા વિસ્તરણ માટે મોટાપાયે રોકાણો આકર્ષિત કરવા માટે સ્વતંત્ર પ્યોર પ્લે કંપનીઓમાં તેના બિઝનેસ યુનિટ્સના ડિમર્જર માટે ગત વર્ષે સપ્ટેમ્બરમાં યોજના જાહેર કર્યા પછી આ ગતિવિધિ થઈ છે.
ડિમર્જરની સ્કીમ મુજબ વેદાંતા લિમિટેડના હાલના વ્યવસાયો ડિમર્જ કરવામાં આવશે જેના લીધે છ અલગ અલગ લિસ્ટેડ કંપનીઓ વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ એન્ડ ફેરસ મટિરિયલ્સ, વેદાંતા બેઝ મેટલ્સ અને વેદાંતા લિમિટેડ અસ્તિત્વમાં આવશે. ડિમર્જર સરળ વર્ટિકલ સ્પ્લિટમાં થશે અને વેદાંતા લિમિટેડના દરેક 1 શેર માટે શેરધારકોને 5 નવી લિસ્ટેડ કંપનીઓ પૈકી દરેકનો 1 શેર મળશે. વેદાંતાને શેરબજારો તથા તેના 75 ટકા સુરક્ષિત લેણદારો તરફથી આગળ વધવા કે નો ઓબ્જેક્શન મળી ચૂક્યા છે.
વેદાંતાના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ મુજબ વેદાંતાના ડિમર્જરથી સેક્ટર કેન્દ્રિત સ્વતંત્ર વ્યવસાયો સાથે કંપનીના કોર્પોરેટ સ્ટ્રક્ચરને સરળ બનાવવામાં મદદ મળશે. તે સોવરેન વેલ્થ ફંડ્સ, રિટેલ રોકાણકારો અને વ્યૂહાત્મક રોકાણકારો સહિતના ગ્લોબલ ઇન્વેસ્ટર્સને વેદાંતાની વર્લ્ડ ક્લાસ એસેટ્સ થકી ભારતની નોંધપાત્ર વૃદ્ધિની કથા સાથે જોડાયેલી સમર્પિત પ્યોર-પ્લે કંપનીઓમાં સીધા રોકાણ કરવાની તક પૂરી પાડશે.
ડિમર્જરથી સ્વતંત્ર એકમો વધુ મુક્તપણે પોતાનો વ્યૂહાત્મક એજન્ડા આગળ વધારી શકશે અને ગ્રાહકો, ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ અને બજારો સાથે વધુ સારી રીતે જોડાઈ શકશે. વેદાંતાના જણાવ્યા મુજબ ડિમર્જર વેદાંતા જૂથની કંપનીઓમાં જ મજબૂત વૃદ્ધિની વાર્તાઓ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, નોંધપાત્ર ટેક્નિકલ પ્રગતિને વધુ સારી રીતે હાઇલાઇટ કરવા અને બજારને વધુ સરળતાથી મૂલ્ય પૂરું પાડવા માટે સક્ષમ બનાવે છે.
આ ગતિવિધિના પગલે વેદાંતા માટે નાણાંકીય વર્ષનો પહેલો અર્ધવાર્ષિક ગાળો અને બીજો ત્રિમાસિક ગાળો મજબૂત પરિણામો સાથેનો રહ્યો હતો જેમાં કંપનીએ રૂ. 10,364 કરોડની ત્રિમાસિક ગાળાની એબિટા નોંધાવી હતી જે વાર્ષિક ધોરણે 44 ટકા વધી હતી. આ જ પ્રકારે વેદાંતાએ રૂ. 20,639 કરોડનો અત્યાર સુધીની સૌથી વધુ પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની એબિટા નોંધાવી હતી જે વાર્ષિક ધોરણે 46 ટકા વધુ હતી. વેદાંતાએ તેના તાજેતરના ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે તેણે પાંચ વર્ષમાં શેરધારકોને 378 ટકાનું વળતર આપ્યું છે જ્યારે તેની પાંચ વર્ષની ડિવિડન્ડની ઉપજ 67 ટકા રહી છે.