બાંગ્લાદેશમાં ઈસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ
ઢાકા, બાંગ્લાદેશ પોલીસે સોમવારે ઈસ્કોનના પૂજારી અને હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસને ઢાકા એરપોર્ટ પર અટકાયત કરી છે, જ્યારે હિન્દુ સંગઠનોનો દાવો છે કે ચિન્મય દાસની ધરપકડ કરી છે. કહેવાય છે કે ચિન્મય કૃષ્ણ દાસ વિરુદ્ધ રાજદ્રોહના કેસમાં કાર્યવાહી થઈ છે.
મોહમ્મદ યૂનુસની આગેવાનીમાં બનેલી વચગાળાની સરકાર નથી ઈચ્છતી કે ચિન્મય દાસ દેશની બહાર જાય અને આ જ કારણ છે કે જેવા એરપોર્ટ પર તે પહોંચ્યા કે તેમની પોલીસે ધરપકડ કરી લીધી.
ઓક્ટોબરના અંતમાં બાંગ્લાદેશ સરકારે ચિન્મય કૃષ્ણ દાસ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાવ્યો હતો. હકીકતમાં તેમની આગેવાનીમાં ચટગાંવમાં એક રેલી થઈ હતી, જેમાં ભારે સંખ્યામાં હિન્દુઓ એકઠા થયા હતા. તેનાથી મોહમ્મદ યૂનુસની સરકાર ગુસ્સામાં હતી.
ચિન્મય પર આરોપ લાગ્યો હતો કે તેમણે આ રેલીમાં દેશની સંપ્રભુતા અને અખંડિતાને તોડવાની કોશિશ કરતા બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિંસાને લઈને ચિન્મય દાસ હંમેશાથી પોતાનો અવાજ ઉઠાવતા રહ્યા છે.