દેશમાં પાન ૨.૦ સહિત અનેક પ્રોજેક્ટોને કેબિનેટની બહાલી
નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટે અરૂણાચલ પ્રદેશમાં બે હાઇડ્રોપાવર પ્લાન્ટ્સ માટે ફંડિંગ સહિત અનેક મોટા પ્રોજેક્ટોને બહાલી આપી છે. જેમાં રેલવેના ત્રણ મોટા પ્રોજેક્ટ્સ, પાન સિસ્ટમમાં મોટાપાયે અપગ્રેડેશન અને દેશભરમાં કુદરતી ફાર્મિગને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓન નેચુરલ ફાર્મિગના લોંચિંગનો સમાવેશ થાય છે.
ખેડૂતોના કલ્યાણ માટે કૃષિ મંત્રાલયની એનએમએનએફ એ એકમાત્ર કેન્દ્રની યોજના છે. એ માટે કુલ રૂ. ૨,૪૮૧ કરોડનો ખર્ચ કરાશે. આગામી બે વર્ષમાં તેનો વ્યાપ વિસ્તારવાની યોજના છે.
પાન ૨.૦ પ્રોજેક્ટઃ આ વર્તમાન પાન/ટાન ૧.૦ ઇકો-સિસ્ટમનું અપગ્રેડેશન હશે. જે કોર અને નોન-કોર પાન/ટાન પ્રવૃત્તિઓ તેમજ પાન માન્યતા સેવાને એકીકૃત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આર્થિક બાબતોની કેબિનેટની કમિટીએ તેને બહાલી આપી છે. એ માટે રૂ.૧,૪૩૫ કરોડની ફાળવણી કરાશે.
વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમઃ કેબિનેટની આ યોજનામાં કેન્દ્રસરકાર અને રાજ્યસરકારો દ્વારા સંચાલત તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને રિસર્ચર્સને આંતરરાષ્ટ્રીય હાઇ-ઇમ્પેક્ટ સ્કોલરલી રિસર્ચ આર્ટિકલ્સ અને જર્નલ પબ્લિકેશન્સ પૂરા પાડવાનો સમાવેશ થાય છે. આ યોજના માટે આગામી ત્રણ વર્ષ માટે રૂ.૬,૦૦૦ કરોડની ફાળવણી કરાઇ છે.
આ ઉપરાંત આગામી ત્રણ વર્ષની રૂ.૨,૭૫૦ કરોડની ફાળવણી સાતે અટલ ઇનોવેશન મિશન ચાલુ રાખવાની બહાલી અપાઇ છે. કમિટીએ રૂ.૭,૯૨૭ કરોડના ખર્ચે રેલવેના ત્રણ પ્રોજેક્ટોને બહાલી આપી છે. આમાં જલગાંવ-મનમાડ ચોથી લાઇન (૧૬૦ કિમી), ભુસાવલ-ખંડવા ત્રીજી અને ચોથી લાઇન (૧૩૧ કિમી) અને પ્રયાગરાજ (ઇરાદતગંજ) – માણિકપુર ત્રીજી લાઈન (૮૪ કિમી)નો સમાવેશ થાય છે.SS1MS