Western Times News

Gujarati News

જાપાન અને અમેરિકાની સંયુક્ત પ્રક્ષેપાસ્ત્રની યોજનાની તૈયારી

ટોક્યો, તાઈવાન કટોકટી ગમે ત્યારે ઉપસ્થિત થઈ શકે તેમ છે, તે જાણી જાપાન અને અમેરિકા સંયુક્ત, સેનાકીય તેમજ પ્રક્ષેપાસ્ત્ર વ્યવસ્થા ગોઠવવાની યોજના ઘડી રહ્યા છે.

આ માહિતી આપતા જાપાનની કરોડો ન્યુઝ-એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે આગામી મહિનાથી જ અમેરિકા, જાપાન તથા દક્ષિણ પશ્ચિમે રહેલા કાગોશીમા અને યોકીતામા વિસ્તારમાં તેમજ ફીલીપાઈન્સમાં પણ અમેરિકામાં એલિટ મરીન કોર્સમાં પણ ચુંટી કાઢ્યો.

‘મરિન લિટ્ટોરલ રેજીમેન્ટ’માં યુવાનોની ટુકડી ગોઠવશે. આ રજિમેન્ટ પાસે હાઈ આર્ટિલરી રોકેટ સીસ્ટમ્સ (એચઆઈએમએઆરએસ) તેમજ અન્ય આધુનિક શસ્ત્રાસ્તો હશે.

આ શસ્ત્રાસ્ત્રો સાથેની ટુકડીઓ નાન્સી ટાપુઓ પર ગોઠવવામાં આવશે. તેમ પણ જાપાનની સમાચાર સંસ્થા કરોડો ન્યુઝ એજન્સીએ અનામી રહેલા ભાડાના એક અધિકારીએ કહ્યું હતું.આ પ્રકારની ‘મરીન લિટ્ટોરલ રેજીમેન્ટ’ (‘મરીન’ સમુદ્ર તરીપ સેના) ફીલીપાઈન્સમાં પણ ગોઠવાશે. તે ઉપરાંત અંતરિક્ષ સાઈબર સ્પેસ અને ‘ઈલેક્ટ્રો મેગ્નેટિ્‌ક વેવ્ઝ’ પકડી શકે તેવા સંસાધનો પણ ફીલિપાઈન્સમાં ગોઠવી દેવામાં આવ્યા છે.

જોકે આ રીપોર્ટ અંગે જાપનના સંરક્ષણ મંત્રાલય કે ટોક્યો સ્થિત અમેરિકા અને ફીલીપાઈન્સમાં દૂતાવાસોએ કશું પણ કહેવાનો ઈન્કાર કર્યાે હતો.વાસ્તવમાં ચીનને પેસિફિક આૅશન તરફ ધસતું અટકાવવા માટે જ તાઈવાનને પ્રબળ કરવાની અમેરિકા જાપાનની યોજના છે.

પરંતુ રશિયાના ઉપવિદેશમંત્રી, આંદ્રે રૂડેન્કાએ રશિયન સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે આ યોજના દ્વારા અમેરિકા તાઈવાનને પ્યાદુ બનાવી એશિયામાં ગંભીર કટોકટી ઊભી કરી રહ્યું છે અને તો તાઈવાન અને ચીનના જ મંતવ્યને સમર્થન આપીએ છીએ. (ચીન તાઈવાનને તેનો જ ભાગ ગણે છે.રૂડેન્કોએ વધુમાં સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે અમેરિકાએ ‘વન-ચાયના પોલીસી’ના કરેલા સ્પષ્ટ ભંગ સમાન આ કાર્યવાહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.