‘કરણ અર્જુન’ના ટ્રેલરમાં દર્શકોને મળી રિતિકના વોઇસ ઓવરમાં સરપ્રાઇઝ
મુંબઈ, શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ ‘કરણ અર્જુન’ ૩૦ વર્ષે થિએટરમાં ફરી રિલીઝ થઈ રહી છે. તેના માટે ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર રાકેશ રોશને નવું ટ્રેલર લોંચ કર્યું છે. આ ટ્રેલરની ખાસ વાત છે કે તેમાં હ્રિતિક રોશનનો વોઇસ ઓવર સાંભળવા મળે છે.
તેનાથી તેના ફૅન્સ ઘણા ઉત્સાહમાં આવી ગયા છે. આ પ્રયોગ પાછળનું કારણ હવે રાકેશ રોશને સ્પષ્ટ કર્યું છે.૨૨ નવેમ્બરે ફરી રિલીઝ થઈ રહેલી ફિલ્મ વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં રાકેશ રોશને જણાવ્યું, “પહેલાં કોઈ અલગ વ્યક્તિનો અવાજ હતો. એ હ્રિતિકે સાંભળ્યો અને તેનાથી એ જાણે જુની યોદોમાં સરી પડ્યો હતો.
તેણે મને પૂછ્યું,“આ સાંભળીને મને રુંવાડા ઊભા થઈ ગયા. અદ્દભુત ટ્રેલર છે. હું તેનો વોઈસઓવર કરી શકું?”” આ વાત પર રાકેશ રોશન તરત સહમત થઈ ગયા. તેઓ કહે છે, “મેં તેને કહ્યું, કે જો તું વોઈસઓવર કરે તો વધારે સારું. હવે આ હ્રિતિક, શાહરૂખ અને સલમાનની ફિલ્મ છે.”
૧૩ નવેમ્બરે આ ટ્રેલર યુટ્યુબ પર લોંચ કરવામાં આવ્યું, જે વાયરલ થઈ ચૂક્યું છે. અનેક લોકોની જૂની યાદો તાજી થઈ ગઈ છે, તો અનેક લોકોએ આ ફિલ્મ ફરી એક વખત મોટા પડદે જોવાની ઇચ્છા અને ઉત્સુકતા દર્શાવી છે.હ્રિતિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ટ્રેલર શેર કરીને એક ભાવુક પોસ્ટ લખી હતી.
જેમાં તેણે ૧૯૯૨માં ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી, ત્યારની યાદો તાજી કરી હતી. ત્યારે તેની ઉમર ૧૭ વર્ષની હતી અને તેના પિતાને આ ખુબ ઇમોશન સાથે ડાયલોગ બોલતા સાંભળીને તેને કેટલી અસર થતી હતી તેની યાદો તાજી કરી હતી. તેણે કહ્યું હતું કે ઘરમાં જે રીતે ચર્ચાઓ થતી એ સાંભળની મનમાં થઈ જતું કે આ ફિલ્મ તો બ્લોકબસ્ટર જ રહેશે. હવે ૩૦ વર્ષે જ્યારે આ ફિલ્મ ફરી રિલીઝ થઈ રહી છે, ત્યારે ફરી તેના માટે એટલો જ ઉત્સાહ અનુભવાય છે.SS1MS