સાણંદ ઘટક 2 ખાતે ભૂલકા મેળાનું ઉત્સાહપૂર્વક આયોજન કરાયું
ભૂલકા મેળામાં બહેનો દ્વારા વિવિધ થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટિરિયલ બનાવવામાં આવ્યાં
અમદાવાદ જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગ દ્વારા સાણંદ ઘટક 2 ખાતે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભૂલકા મેળામાં બહેનો દ્વારા વિવિધ થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટિરિયલ બનાવવામાં આવ્યા હતા અને આ ટીચિંગ લર્નિંગ મટિરિયલનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. બાળકો દ્વારા જંગલ, પ્રાણીઓની છુકછુક ગાડી જેવી કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ ભૂલકા મેળામાં બાળકોને પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
આ ભૂલકા મેળામાં સાણંદના ગોરજ ગામના સરપંચ શ્રી પ્રતાપજી ઠાકોર, ગોરજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હેતલબહેન નાયક, સીડીપીઓશ્રી જાગૃતિબહેન રાવલ, મુખ્ય સેવિકા જાગૃતિબહેન, જિલ્લા પીએસઈ ઈન્સ્ટ્રક્ટર શ્રી રાધિકાબા ગોહિલ, ઘટક પીએસઈ ઇન્સ્ટ્રક્ટર શ્રી ગૌરી વાઘેલા તેમજ કાર્યકર બહેનો, વાલીઓ તેમજ નાનાં ભૂલકાંઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.