SG હાઈવે પર પાંચ ફૂટ ઓવરબ્રીજ તૈયાર કરવામાં આવશે
ફેટલ અકસ્માતની સંખ્યા વધતી હોવાથી તાકિદે લેવામાં આવેલ નિર્ણય
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ પહોળાઈ ધરાવતા અને વધુ ટ્રાફિકવાળા રોડ પર નાગરિકોની સરળતા માટે ફ્રુટ ઓવરબ્રીજ બનાવવામાં આવી રહયા છે. જે અંતર્ગત સ્વામિનારાયણ મંદિર શાહીબાગ અને કેમ્પ હનુમાન મંદિર પાસે ફ્રુટ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. હવે એસ.જી. હાઈવે પર અકસ્માત ઘટાડવા માટે પાંચ મેઈન પોઈન્ટ પર ફ્રુટ ઓવરબ્રીજ બનાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસ.જી.હાઈવે પર ગોતા ફલાય ઓવરથી વૈષ્ણોદેવી સર્કલ નિરમા યુનિવર્સિટીના રોડ પર પાંચ સ્થળે ફ્રુટ ઓવરબ્રીજ બનાવવામાં આવશે. આ તમામ એફઓબી પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવશે. એસ.જી.હાઈવે પર લોડીંગ વાહનોની પણ અવરજવર થતી હોવાથી તમામ એફઓડીની ઉંચાઈ લગભગ ૬ મીટર રાખવામાં આવશે તથા સીનીયર સીટીઝન સહિત તમામ નાગરિકોને અગવડ ન પડે તે માટે એફઓબીમાં એસ્કે લેટર પણ રાખવામાં આવશે.
એસ.જી.હાઈવે પર ખાસ કરીને નિરમા યુનિવર્સીટી પાસે ફેટલ અકસ્માતની સંખ્યા વધી રહી છે તેથી શાળા-કોલેજ અને ધાર્મિક સ્થાન પાસે નવા એફઓબી બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. ગોતામાં પંજાબ નેશનલ બેંક પાસે, થલતેજ અંડરપાસમાં હીરામણી સ્કુલ પાસે, પકવાન ફલાયઓવર નજીકગ્રાન્ડ ભગવતી પાસે,
રાજપથ કલબ નજીક રંગોલી પ્લોટ પાસે અને નિરમા યુનિવર્સિટી નજીક હીરામણી સ્કુલ પાસે ફ્રુટઓવર બ્રીજ તૈયાર કરવામાં આવશે. શાહીબાગ અને કેમ્પ હનુમાન પાસે જે એફઓબી તૈયાર કરવામાં આવ્યા છે તેમાં લીફટની સુવિધા રાખવામાં આવી છે. એસ.જી.હાઈવે પર તૈયાર થનાર એક એફઓબી દીઠ રૂ.૩ કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ છે.