સંભલમાં સાંસદ બર્ક, MLAના પુત્રએ ટોળાને હિંસા માટે ઉશ્કેર્યો
એફઆઈઆરમાં થયો ખુલાસો
એફઆઈઆર અનુસાર, કોર્ટના આદેશ પર ૨૪ નવેમ્બરે સંભલની જામા મસ્જિદનો સર્વે કરવામાં આવી રહ્યો હતો
નવી દિલ્હી,યુપીના સંભલ હિંસા પર એફઆઈઆરમાં સનસનાટીભર્યા ખુલાસા થયા છે. સપાના સાંસદ જિયા ઉર રહેમાન બર્કને પ્રથમ આરોપી બનાવવામાં આવ્યા છે જ્યારે સપા ધારાસભ્યના પુત્ર સુહેલ ઈકબાલને બીજા ક્રમનો આરોપી બનાવાયો છે. આ બંને સિવાય ૨૭૫૦ લોકો સામે કેસ નોંધવામાં આવ્યાં છે. પોલીસે આ હિંસામાં કુલ સાત હ્લૈંઇ નોંધી છે. સંભલ હિંસાના આરોપીઓની શોધમાં પોલીસ દ્વારા શહેરમાં પૂરજોશમાં દરોડા પડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ સગીર સહિત ૨૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક ડઝનથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે.આ દરમિયાન હ્લૈંઇની નકલ સામે આવી છે.
તેમાં જણાવ્યા મુજબ સપાના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે રાજકીય લાભ મેળવવાના ઈરાદાથી ભીડને ઉશ્કેરીને કોમી એખલાસ બગાડ્યું હતું. હિંસાના બે દિવસ પહેલા બર્ક પ્રશાસનની પરવાનગી વગર જામા મસ્જિદ ગયા હતા.એફઆઈઆર અનુસાર, કોર્ટના આદેશ પર ૨૪ નવેમ્બરે સંભલની જામા મસ્જિદનો સર્વે કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસે લોકોને સમજાવવાની કોશિશ કરી હતી. દરમિયાનમાં, લોકોના ટોળાએ જામા મસ્જિદની સર્વે પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યાે હતો.
રવિવારે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યાે હતો. આ દરમિયાન કેટલાક હિંસાખોરોએ સબ-ઇન્સ્પેક્ટર સંજીવ કુમારની પિસ્તોલનું મેગેઝિન ઝૂંટવી લીધું હતું. પિસ્તોલ ઝૂંટવાનો પણ પ્રયાસ કર્યાે હતો. આ સાથે લોકો દ્વારા પોલીસ જવાનોને માર મારીને તેમની પાસેથી રબરની બુલેટ્સ, ખાલી કારતુસ, પ્લાસ્ટિકના છર્રા લૂંટી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટોળાએ ટીયરગેસના સેલ પણ લૂંટી લીધા હતા. આ ઉપરાંત, ભીડમાંથી કોઈએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.
એફઆઈઆર અનુસાર, ૨૪ નવેમ્બરે સર્વેની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા આવેલો સપા ધારાસભ્યનો પુત્ર સુહેલ ઈકબાલ પણ ભીડમાં હાજર હતો. સુહેલે ભીડને ઉશ્કેરતા કહ્યું હતું કે, સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક આપણી સાથે છે. અમે તમને લોકોને કંઈ થવા દઈશું નહીં. તમે તમારું કામ પૂરું કરો કરો. આ સાંભળતા જ ભીડ ઉગ્ર બની ગઈ હતી. ss1