જાણીતા ગુજરાતી ક્રિકેટરના સાળા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
લગ્નની લાલચ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી
ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે ર૦૧૪માં તેને ફેસબુક ઉપર જીતે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી
રાજકોટ,ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.૬, કાલાવડ રોડ) વિરુદ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. એક યુવતીએ લગ્નની લાલચ આપી જીત પાબારીએ તેનું શારીરિક શોષણ કર્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાનો આરોપ મૂકયો છે. માલવિયાનગર પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે. ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે ર૦૧૪માં તેને ફેસબુક ઉપર જીતે ળેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે તેણે એકસેપ્ટ કરતા મિત્રો બન્યા હતા. બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. જે વખતે મિત્રો બન્યા ત્યારે બંને અભ્યાસ કરતા હતા. ધીરેધીરે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
તે ઉંમર લાયક થતાં જીતે કહ્યું કે તું મને પસંદ છો, મારે તારી સાથે લગ્ન કરવા છે. ત્યાર પછી તેના પરિવાર સાથે ર૦ર૧માં મુલાકાત પણ કરાવી હતી. એટલું જ નહીં તેના પરિવારની સાથે તેને દુબઈ પણ ફરવા લઈ ગયો હતો. જ્યાં એક અઠવાડિયા સુધી રોકાયા હતા.ર૦ર૧માં તે જીતના ઘરે ગઈ હતી ત્યારે તેણે લગ્ન કરવા જ છે તેમ કહી શારીરિક સંબંધની માંગણી કરી હતી. તેણે ઈન્કાર કરતાં બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ વાત તેણે તે વખતે કોઈને કહી ન હતી. એટલું જ નહીં જીતે પણ તેને આ વાત કોઈને કહીશ તો તને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી.
જેને કારણે ગભરાઈ જતાં કોઈને આ વાત કરી ન હતી. ર૦રરની સાલમાં જીત તેને એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધવા બળજબરી કરી હતી. પરંતુ તેણે વિરોધ કરતાં છોડી દીધી હતી. એક વખત ઘરે આવી તેના પરિવારના સભ્યોની ગેરહાજરીમાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે ફરીથી જો આ વાત કોઈને કહીશ તો બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી. થોડા દિવસો બાદ તેના પરિવારના સભ્યો ફરીથી બહારગામ જતાં ફરીથી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.
વધુમાં ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે જીત તેના ઘરે જ્યારે પણ મહેમાન આવે ત્યારે તેને બોલાવતો, રાત્રે ગમે ત્યારે કોલ કરતો, જે તેને ગમતું ન હતું. આ કારણથી બંને વચ્ચે બનતું નહીં. બાદમાં જીત પાબારીએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ રીતે તેને લગ્નની લાલચ આપી, બદનામ કરવાની ધમકી આપી, બળજબરી કરી એકથી વધુ વખત શરીર સંબંધ બાંધ્યો હતો.ss1