Western Times News

Gujarati News

એલેમ્બિકને હાયપર ટેન્શન માટે જાગૃત્તિ ફેલાવવા બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરાઈ

હેલ્થકેરના 15000થી વધુ પ્રોફેશનલ્સે હાઈપરટેન્શન મેનેજમેન્ટમાં સુધારો કરવા પ્રતિજ્ઞા લીધી

26 નવેમ્બર2024: દેશની ટોચની ફાર્માસ્યુટીકલ કંપની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સમિટ ડિવિઝનને હાઈપરટેન્શન અભિયાન માટે સૌથી વધુ લોકોને પ્રતિજ્ઞા લેવડાવવા બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. આ સન્માન કંપનીની ભારતમાં જાહેર આરોગ્ય સમસ્યાઓને સંબોધિત કરવા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

ભારતની પુખ્ત વસ્તીના 28.1% લોકોમાં હાયપરટેન્શનઅથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ છે. તેમમ છતાં ખૂબ ઓછા લોકોમાં તેનું નિદાન અને સારવાર થાય છે. આ સમસ્યાને તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં એલેમ્બિકના સમિટ ડિવિઝને સાહસિક પગલું ભર્યું હતું.

17 મે2024ના રોજ વર્લ્ડ હાઈપરટેન્શન ડે નિમિત્તે ટીમે સાપ્તાહિક અભિયાન શરૂ કર્યુ હતું. જે અતંર્ગત 13થી 19 મે2024 દરમિયાન ભારતભરમાંથી 15568 હેલ્થ કેર પ્રોફેશનલ્સ (એચસીપી) સુધી પહોંચ્યા હતાં. એચસીપીને હાઈપરટેન્શન મેનેજમેન્ટમાં સુધારો અને દર્દીઓને વહેલાં નિદાન માટે શિક્ષિત કરવા ઓનલાઈન પ્રતિજ્ઞા લેવા પ્રોત્સાહિત કર્યા હતાતદુપરાંત સારવારમાં સુધારો કરવા પણ પ્રોત્સાહન આપ્યા હતાં.

એલેમ્બિક ફાર્માસ્યુટીક્લ્સના મેનેજિંગ ડિરેક્ટર શૌનક અમીને આ અંગે જણાવ્યું હતું કે, ભારતમાં હાયપરટેન્શન એ એક ગંભીર બીમારી છેજે લાખો લોકોને અસર કરે છે જેનું ખૂબ ઓછા લોકો નિદાન અને સારવાર કરાવે છે. અમારી ટીમોએ આ તાકીદના મુદ્દાને ઉકેલવા માટે જાગૃતિ વધારવા અને હેલ્થકેર પ્રોફેશનલ્સને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારા પ્રયાસોને માન્યતા આપવા બદલ અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના આભારી છીએ અને આ સ્વીકૃતિ સમાજ પર અર્થપૂર્ણ અસર ઉભી કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ નોંધપાત્ર પહેલમાં સમર્પણ અને સિદ્ધિ બદલ હું સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.