Western Times News

Gujarati News

ડ્ર્ગ્સના એક ગ્રામ દીઠ એક હજાર કમિશનઃ અમદાવાદની કોલેજો ટાર્ગેટ

પ્રતિકાત્મક

અમદાવાદમાં છૂટક ડ્રગ્સ વેચવા આવેલો રાજસ્થાનનો પેડલર ઝડપાયો

(એજન્સી)અમદાવાદ, શહેરના ઝોન-૭ ડીસીપીની એલસીબી સ્ક્વોડે ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. રાજસ્થાનનો ડ્રગ પેડલર વાસણામાં વહેલી સવારે એમડી ડ્રગની ડિલિવરી કરવા આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

પૂછપરછ કરતા તેને ડિલિવરી બાદ સપ્લાયર દ્વારા એક ગ્રામ દીઠ એક હજાર કમિશન આપવામાં આવતુ હતું. આરોપી અગાઉ દારૂનો ધંધો કરતો હતો પરંતુ ઘણા સમયથી તે ખેતીકામની સાથે ડ્રગ પેડલર બન્યો હોવાનું તપાસમાં જણાયું છે. આરોપી શહેરમાં કોલેજો નજીક છૂટકમાં આ એમડી ડ્રગનું વેચાણ કરવાનો હોવાનું પણ ખૂલ્યું છે.

ઝોન-૭ ડીસીપી શિવમ વર્માની એલસીબી ટીમના પીએસઆઇની ટીમે ડ્રગ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બાતમી આધારે ૪.૬૯ લાખના ૪૬.૯૪૦ ગ્રામ એમડી ડ્રગ સાથે આરોપી નરેશ રૂગનાથ બિશ્નોઇ (ઉ. ૨૪, રહે. રાજસ્થાન)ને વાસણા રાજયશ રાઇઝ બિલ્ડિંગ પાસેથી ઝડપી લીધો છે. પૂછપરછ કરતા તે આ ડ્રગનો જથ્થો આરોપી રમેશ જાટ પાસેથી લાવ્યો હતો.

ગુજરાતમાં પોલીસે ડ્રગ મામલે ધોંસ વધારી હોવાથી તે વહેલી સવારે કોલેજ આસપાસ વેચવા નીકળ્યો હતો.આરોપી નરેશ રૂગનાથરામ બિશ્નોઇ ખેતીકામ કરે છે. નરેશ અને તેના ભાઇ સામે થરાદમાં પ્રોહિબિશનનો કેસ થયો હતો. અગાઉ તે દારૂની ખેપ મારતો હતો. આ ગુનામાં તે વોન્ટેડ હતો. પોલીસની ધોંસ વધતા અને મોટુ કમિશન મળતા તે ડ્રગના ધંધામાં જોડાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.