Western Times News

Gujarati News

સરકારી ગાડીનો ડ્રાઈવર નિવૃત્ત થઈ ગયા બાદ પણ ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું

Oplus_131072

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે તેઓની સરકારી ગાડીનો કાયમી ડ્રાઈવર નિવૃત્ત થઈ ગયા બાદ પણ પુત્રના કરાર આધારિત કોન્ટ્રાકટ પર તે પોતે કોઈ પણ જાતના ઓડર વગર ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે

ત્યારે સવાલ એ થાય કે ગાડી ચલાવતા વેળાએ કોઈ અધટીત ધટના બને તો જવાબદાર કોણ? શું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને ખબર નથી કે તેઓની ગાડીનો કાયમી ડ્રાઇવર નિવૃત્ત થઈ ગયો છે જેને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જે મામલે શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદ પરમારે પણ આ બાબતને અયોગ્ય ઠેરવી યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

પંચમહાલ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ગાયત્રીબેન પટેલ ફરજ બજાવી રહ્યા છે અને તેઓ જે સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યા છે તેના ડ્રાઇવરને લઈને એક વિવાદ બહાર આવ્યો છે તેઓની સરકારી ગાડીનો ડ્રાઇવર ઓક્ટોબર માસમાં નિવૃત્ત થઈ ગયા બાદ પણ તે પોતે કોઈપણ જાતના સરકારના ઓર્ડર વગર સરકારી ગાડી હંકાર તો હોવાની હકીકતો બહાર આવતા જ ભારે ચર્ચાનો વિષય બન્યો છે

ત્યારે અહીંયા સવાલ એ થાય કે શું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ ને ખબર નથી કે તેઓનો ગાડીનો ડ્રાઇવર નિવૃત્ત થઈ ગયો છે તો પછી કેમ નિવૃત ડ્રાઇવરને સરકારી ગાડી હવાલે કરવામાં આવી હશે તે સૌથી મોટો સવાલ છે અને જેમાં પણ સૌથી મહત્વની બાબતે છે કે જે કાયમી ડ્રાઇવર હતો તેના જ પુત્રને ૧૧ માસના કોન્ટ્રાક્ટ આધારિત ડ્રાઇવર તરીકે લેવામાં આવ્યો છે અને તેને ફરજ બજાવાની જગ્યાએ નિવૃત્ત થયેલા તેના પિતા સરકારી ગાડી પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું

જ્યારે બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબત ખૂબ ગંભીર છે સરકારી અધિકારીની પ્રાઇવેટ ગાડી નથી આતો સરકારી ગાડી છે કોઈ અઘટીત ઘટના બને તો જવાબદાર કોણ? સરકારી ગાડી હોય તો સરકાર ડ્રાઇવરને પગાર ચુકવે છે અને સરકારી ગાડીની જવાબદારી જેતે ડ્રાઇવર ની બને છે અને પુત્રની ડ્રાઇવર તરીકે ફરજ હોવા છતા પિતા ડ્રાઇવર તરીકે કેવી રીતે ફરજ બજાવી શકે?

એટલે કે બાબત ખુબ ગંભીર છે અને આ બાબતે તેઓએ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની પણ ખાત્રી આપી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું શિક્ષણ વિભાગની સરકારી ગાડી હોવા છતા આ બાબતે તેઓ અમોને કોઈ જાણ કરવામાં આવી નથી હું પોતે શિક્ષણ સમિતિ પંચમહાલનો એક જવાબદાર ચેરમેન છું આ બાબતે જે પણ કાર્યવાહી કરવાની થાય તે તપાસ કરીને કરીશું પરંતુ આ હાલ તો જીલ્લા પંચાયતમાં આ નિવૃત્ત ડ્રાઇવરનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.