ભારતની ચિંતામાં વધારો, કાચા તેલની આયાત બિલમાં વધારો થાય તેવી સંભાવના
વૈશ્વિક કક્ષાએ કાચા તેલના ભાવમાં આંશિક ઉછાળો
નવી દિલ્હી, રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફરીથી તેની પરાકાષ્ઠાએ પહોચ્યું છે. લગભગ ર૦રપ સુધીમાં રશિયા યુક્રેન પર કબજા માટે જબરજસ્તી તૈયારી કરી રહ્યાના અહેવાલો સંરક્ષણ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. બીજા તરફ ઈઝરાયેલ-હિઝબુલ્લા વચ્ચેનું યુદ્ધ ચરમસીમાએ પહોંચી જતા અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ગમે ત્યારે તણાવની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે
તેવી અટકળોની વચ્ચે જૂના તેલની કિંમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આંશિક વધારો થતાં આગામી દિવસોમાં ફૂડ-ઓઈલના ભાવમાં વધુ ઉછાળો આવી તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. ભારતમાં તેની અસર ચોક્કસ વર્તાશે તવી વકી છે. વિશ્વમાં ભારત ત્રીજા ક્રમે એવો દેશ છે કે જે તેલની આયાત મોટા પ્રમાણમાં બહારના દેશોમાંથી કરે છે.
ભારત અંદાજે ૮પ ટકા તેલની આયાત અન્ય દેશોમાંથી કરે છે. જેમાં રશિયા, સાઉદી અરબ સહિતના દેશો મુખ્ય મનાય છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ (ફૂડ-ઓઈલ)ની સપ્લાય વધશે તેવું અનુમાન છે. વળી યુક્રેનને લાંબા અંતરની મિસાઈલો આપવાના અમેરિકાના સંભવિત નિર્ણયને લઈને રશિયા ખિજાયું છે. તેણે આને પશ્ચિમના દેશોની ઉશ્કેરણી જણાવી છે.
રશિયાએ યુક્રેન પરના હુમલાને વિસ્ફોટક બનાવ્યા છે. ઉત્તર કોરિયાના સૈનિકો રશિયા તરફથી યુદ્ધ લડવા મેદાનમાં ઉતર્યા હોવાના અહેવાલના પગલે યુદ્ધ વધુ ભિષણ બનશે તેવા અહેવાલ છે. રશિયા યુક્રેન પર ન તો અમુક વિસ્તારો પર કબજો જમાવવાના પ્રયાસો ઝડપી બનાવશે તેવો સંરક્ષણ નિષ્ણાંતોનો અભિપ્રાય છે. આ બધાની વચ્ચે જો ઈઝરાયેલ-ઈરાન ફ્રન્ટ ખુલશે તો ફૂડ-ઓઈલના ભાવ ભડકે બનશે. હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધ પાછું તીવ્ર બન્યું છે. રશિયાએ તાજેતરમાં યુક્રેન પર ભીષણ હુમલો કરતા ગંભીર સ્થિતિના સંકેતો મળી રહ્યા છે.
ભારતના સંદર્ભમાં વાત કરીએ તો એપ્રિલ-ઓકટોબર વચ્ચે ભારતના તેલની આયાત બિલમાં લગભગ ૧પ ટકાનો ઉછાળો આવ્યાના અહેવાલ છે. ભારત તેની જરૂરિયાતના ૮પ ટકા તેલની આયાત વિશ્વના અન્ય દેશો પાસેથી કરે છે. હાલમાં તેલના ભાવ આંશિક વધ્યા છે જે રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ગંભીર બને તેવી પ્રબળ સંભાવનાને જોતા તેલના ભાવમાં મોટો ઉછાળો આવે તેમ માનવનામાં આવી રહ્યું છે.
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ થશે તો વળી બળતામાં ઘી હોમવાની સ્થિતિ સર્જાશે. ભારતના તેલ આયાત બિલમાં વધારો થશે અને જો તેમ થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચોક્કસ વધારો અપેક્ષિત મનાય છે. કેન્દ્ર સરકાર પણ સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં અન્ય સ્ત્રોત માટે પ્રયાસ કરશે. પરંતુ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે તેની પરાકાષ્ઠાએ આવીને ઊભું છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આગામી પગલાં પર વિશ્વની નજર મંડાઈ છે.