વિશ્વના કેટલાક દેશોમાં ઓછા થયા એચઆઈવીના નવા કેસ
નવી દિલ્હી, વિશ્વભરમાં એચઆઇવીના નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. ધ લેન્સેટ એચઆઈવી જર્નલમાં કાશિત થયેલા એક અભ્યાસ મુજબ વિશ્વભરમાં એચઆઈવી ચેપની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. અભ્યાસ કહે છે કે એચઆઈવી સંબંધિત મૃત્યુમાં પણ દર વર્ષે ૧૦ લાખનો ઘટાડો થઈ રહ્યો છે.
એઇડ્સ રોગ એચઆઇવી વાયરસના છેલ્લા તબક્કામાં થાય છે. એઇડ્સના કારણે રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. આનાથી અન્ય કેટલાક રોગ પણ થાય છે. જે મૃત્યુનું કારણ બની શકે છે.
ધ લેન્સેટ એચઆઈવી જર્નલ અનુસાર, ઘણા દેશોમાં એચઆઈવી સંક્રમણના કેસ સતત ઘટી રહ્યા છે. આ રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર, જે હવે નવા એચઆઈવી કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ભલે વિશ્વભરમાં એચઆઈવીના નવા કેસ ઘટી રહ્યા છે, પરંતુ ૨૦૩૦ સુધીમાં એઈડ્સના કારણે થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવાનો સંયુક્ત રાષ્ટ્રનો લક્ષ્યાંક હજુ દૂર છે.યુએસ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશનના મુખ્ય અભ્યાસ લેખક હેમવે ક્યુએ જણાવ્યું હતું કે વિશ્વમાં નવા એચઆઈવી ચેપની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
જો કે, હજુ પણ ૧૦ લાખથી વધુ લોકોને દર વર્ષે નવા એચઆઈવી ચેપ લાગે છે અને એચઆઈવી સાથે જીવતા ૪૦ મિલિયન લોકોમાંથી એક ક્વાર્ટર સારવાર મેળવતા નથી. ઘણા કિસ્સાઓમાં, લોકો શરૂઆતમાં એચઆઈવી ના લક્ષણો વિશે જાણતા નથી.
જ્યારે આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. પછી તે પ્રકાશમાં આવે છે.એચઆઇવી એ એક વાયરસ છે જે એઇડ્સનું કારણ બને છે. એઆરટી ટ્રીટમેન્ટ વડે એચઆઈવીને કાબૂમાં કરી શકાય છે, પરંતુ જો એચઆઈવીના વાયરસ અંતિમ તબક્કામાં પહોંચીને એઈડ્સ બની જાય તો તેનો કોઈ ઈલાજ થઈ શકતો નથી. આજ સુધી એચઆઈવી વાયરસ સામે કોઈ રસી બનાવવામાં આવી નથી.SS1MS