આંધ્રપ્રદેશના ફાર્મા પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાથી એકનું મોત
વિશાખાપટ્ટનમ, બુધવારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના અનાકાપલ્લેમાં ફાર્મા પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને ૨૦ લોકો બેભાન થઈ ગયા હતા.
તમામ પીડિતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બુધવારે ઝેરી ગેસ હાઇડ્રોજન ક્લોરાઇડ અનાકાપલ્લેમાં ફાર્મા યુનિટ ટાગુર લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડમાંથી લીક થવાનું શરૂ થયું. આ પછી એક વ્યક્તિનું મોત થયું અને ૨૦થી વધુ લોકો બેભાન થઈ ગયા.
મૃતકની ઓળખ અમિત (ઓડિશા) તરીકે થઈ છે. હોસ્પિટલ તરફથી મળેલા બુલેટિન મુજબ ઓછામાં ઓછા સાત લોકો હવે ખતરાની બહાર છે.કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના પ્રવાહીના લીકેજને કારણે થઈ છે. કર્મચારીઓએ એચસીએલ અને કલરફોર્મનું મિશ્રણ શ્વાસમાં લીધું. કલરફોર્મ એ અસ્થિર રંગહીન કેન્દ્રિત પ્રવાહી છે જેનો ઉપયોગ ઉદ્યોગો અને તબીબી ઉપયોગમાં દ્રાવક તરીકે થાય છે.
પીડિત પરિવારનો આરોપ છે કે મેનેજરે અકસ્માતને છુપાવવાનો પ્રયાસ કર્યાે હતો. સૂત્રોએ જણાવ્યું કે કોઈએ અકસ્માતને ગંભીરતાથી લીધો નથી. જ્યારે આ ગેસ આગમાં ફેરવાઈ ગયો, ત્યારે તેઓએ આગને ઓલવવા માટે કોસ્ટિક સોડા રેડવાનો પ્રયાસ કર્યાે.
શિફ્ટમાં ૧૮૦ લોકો હતા, જેમાંથી ૧૦ લોકોએ લીકેજ સાફ કર્યું, બાકીના ઘરે ગયા. જ્યારે મોડી સાંજે કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ફાર્મા પ્લાન્ટ દ્વારા એક પ્રેસ નોટ જારી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં રિએક્ટર-કમ-રિસીવર ટાંકીમાંથી પ્રવાહી સ્વરૂપમાં ૪૦૦ લિટર એચસીઆઈ લીક થયું અને નીચે ફ્લોર પર પડી ગયું.
આ અકસ્માતમાં ઓડિશાના રહેવાસી ૨૩ વર્ષીય યુવક અમિત (સહાયક)નું હોસ્પિટલમાં મોત થયું હતું. જો કે હજુ સુધી કોઈ કર્મચારીને ગંભીર ઈજા થઈ નથી.કંપની દ્વારા પીડિતોને વિશાખાપટ્ટનમના ગાજુવાકા ખાતેની પવન સાંઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ ફાર્મા અધિકારીએ જણાવ્યું હતું. નવમાંથી ત્રણને બાદમાં વિશાખાપટ્ટનમના શીલાનગરની કેઆઈએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.SS1MS