Western Times News

Gujarati News

બોયફ્રેન્ડે વ્હોટ્‌સએપ પર બ્લોક કરતાં એર ઈન્ડિયાની પાઈલટે કરી આત્મહત્યા

મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંડિત નામના યુવક વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે. આરોપ છે કે આદિત્ય તેની ગર્લફ્રેન્ડને માનસિક રીતે હેરાન કરતો હતો. આદિત્યની ગર્લફ્રેન્ડનું નામ સૃષ્ટિ તુલી હતું. સૃષ્ટિ એર ઈન્ડિયામાં પાઈલટ હતી.

આરોપ છે કે આદિત્ય સૃષ્ટિ પર પોતાની રીતે રહેવા અને ખાવાનું દબાણ કરતો હતો. સૃષ્ટિ અને આદિત્ય વચ્ચેનો આ સંબંધ બે વર્ષ સુધી ચાલ્યો. આ વખતે જ્યારે આદિત્યએ સૃષ્ટિને વ્હોટ્‌સએપ પર ૧૨ દિવસ માટે બ્લોક કરી હતી, ત્યારે તેણે ૧૩માં દિવસે આદિત્યને ફોન કરીને કહ્યું હતું કે હવે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.આદિત્ય પંડિત અને સૃષ્ટિ તુલી બંને બે વર્ષથી રિલેશનશિપમાં હતા.

આદિત્ય પંડિત તેની ગર્લફ્રેન્ડ સૃષ્ટિ તુલીને સતત ટોર્ચર કરતો હતો. સમસ્યા એ હતી કે બંને વચ્ચે નાની નાની બાબતોને લઈને મોટા ઝઘડા થતા હતા. એકવાર શોપિંગ પરના વિવાદ દરમિયાન, તેની કારનો અકસ્માત થયો અને આદિત્ય તેની ગર્લફ્રેન્ડ સૃષ્ટિને અધવચ્ચે છોડીને ગયો.

ત્યારબાદ સૃષ્ટિ તેના મિત્રની મદદથી ઘરે પહોંચી હતી. આદિત્યના આ વર્તનથી સૃષ્ટિને ઘણું દુઃખ થયું, પરંતુ પ્રેમ માટે સૃષ્ટિ આ બધી વાતો ભૂલી ગઈ.એકવાર નોન-વેજ ફૂડ પર વિવાદ થયો કારણ કે આદિત્ય પંડિતને નોન-વેજ પસંદ નહોતું. રેસ્ટોરન્ટમાં આદિત્યએ જાહેરમાં સૃષ્ટિનું અપમાન કર્યું હતું,

પરંતુ તે બાદ પણ સૃષ્ટિએ આદિત્યના આ વર્તન પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. તેને ખાતરી હતી કે એક દિવસ આદિત્ય નોર્મલ થઈ જશે, પરંતુ તાજેતરમાં જ્યારે આદિત્યની બહેનના લગ્ન નક્કી થયા ત્યારે આદિત્યએ સૃષ્ટિ પર લગ્નમાં જવા માટે એટલું દબાણ કર્યું કે તેમની વચ્ચે ફરીથી દલીલ થઈ.

આદિત્યએ સૃષ્ટિને વોટ્‌સએપ પર ૧૨ દિવસ માટે બ્લોક કરી દીધી હતી. આનાથી સૃષ્ટિ એટલી નારાજ હતી કે ૨૫મી નવેમ્બરની રાત્રે તેણે આદિત્યને ફોન કરીને કહ્યું કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. આ સાંભળીને આદિત્ય ડરી ગયો. તે ઉતાવળે સૃષ્ટિના ફ્લેટ પર પહોંચ્યો, પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. આવી સ્થિતિમાં ચાવી ધારકની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો.

જ્યારે તે અંદર ગયો ત્યારે સૃષ્ટિની લાશ પંખા સાથે લટકતી જોવા મળી હતી. આત્મહત્યા કરવા માટે સૃષ્ટિએ ડેટા કેબલનો ઉપયોગ કર્યાે હતો.સૃષ્ટિના પિતાની ફરિયાદના આધારે તેના પ્રેમી આદિત્ય પંડિતની આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પવઈ પોલીસે જણાવ્યું કે મૃતક સૃષ્ટિ તુલીના પિતાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.