મારી ઈચ્છા ફિલ્મમાં સુપરવુમનનો રોલ કરવાની છેઃ ક્રિતિ સેનન
મુંબઈ, ક્રિતિ સેનને એક આઉટસાઇડર તરીકે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આજે તે નેશનલ એવોર્ડ વિજેતા એક્ટરની સાથે એક પ્રોડ્યુસર બની ગઈ છે, તેમજ પોતાની કોસ્મટીક બ્રાન્ડ સાથે એક આન્ત્રપ્રિન્યોર પણ છે.
તાજેતરમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ગોવા ખાતે તેની ફિલ્મ તેની ફિલ્મ ‘દો પત્તી’નું સ્ક્રિનિંગ થયું હતું. જ્યાં તેણે પોતાની દસ વર્ષની સફર વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે હું રોજ પ્રગતિ કરતી હોય અને રોજ કશુંક નવું શીખતી હોય તેવો અનુભવ છે.
પ્રોડ્યુસર અને એક્ટરમાંથી પ્રોડ્યુસર તરીકેના કામને વધુ પડકારજનક ગણાવતાં ક્રિતિએ કહ્યું,“તમારે એક સાથે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને હું મલ્ટીટાસ્કિંગ કરવામાં બહુ સારી નથી. પ્રોડ્યુસર તરીકે તમારે દરેક બબાતને દરેકને ધ્યાનમાં રાખીને જોવાની હોય છે, એડિટીંગથી લઇને સંગીત સુધી દરેક નાની બાબત પર તમારે ધ્યાન આપવું પડે છે.
જ્યારે એક એક્ટર તરીકે તમારે અભિનય સિવાય કોઈ બાબત પર ધ્યાન રાખવું પડતું નથી.”આ સિવાય ક્રિતિએ પોતાના ડ્રીમ રોલ વિશે વાત કરતાં કહ્યું,“જો કોઈ લખે તો મને બિલકુલ એક સુપરવુમનનો રોલ કરવાની ઇચ્છા છે.
આપણે ત્યાં ક્રિશ સિવાય કોઈ સુપર હિરો આવ્યા નથી, મને એક્શન પણ કરવી ગમે છે. તો આ બેને સાથે કેમ ન લાવી શકાય?”આજના સમયમાં મહિલા લેખકો વિશે વાત કરતાં ક્રિતિએ કહ્યું,“મને નથી લાગતું કે તમે કોઈ સ્ટોરી સાંભળો તો એવું વિચારતા હશો કે લેખક પુરુષ છે કે મહિલા.
મને નથી લાગતું કે ક્યારેય એવો કોઈ ભેદભાવ હોય. એક સ્ત્રીના દૃષ્ટિકોણમાં ઘણા આવરણો હોઈ શકો છે, જેવા કનિકા લખે છે. જ્યારે તમે મહિલાઓને અલગ અને મજબૂત રીતે દર્શાવવા માગતા હોય એ સારું છે. કારણ કે મહિલાઓમાં ભરપુર કરુણા રહેલી છે.”SS1MS