મારા બિઝનેસના કારણે કોઈની સામે ઝુકવું પડતું નથી: વિવેક ઓબેરાય
મુંબઈ, વિવેક ઓબેરોયે ઇન્ડસ્ટ્રીમાં સારી શરૂઆત કરી હતી, તેમ છતાં તે ધીરે ધીરે ફિલ્મોમાંથી દુર થઈ ગયો. પરંતુ તેણે નાની ઉંમરમાં જ તેની આવકનું રોકાણ કરવાનું અને પોતાની જાતને આર્થિક રીતે સજ્જ બનવવાનું શીખી લીધું હતું. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વિવેકે જણાવ્યું કે તેના બિઝનેસને કારણે તે સારુ જીવન જીવી શકે છે અને પોતાના એક્ટિંગના પેશનને પણ અનુસરી શકે છે.
વિવેકે કહ્યું, “એક્ટિંગ મારું પેશન છે, જેના માટે મારો બિઝનેસ મને સક્ષમ બનાવે છે. તેના કારણે આજે હું એ પોઇન્ટ પર પહોંચી ગયો છું કે કોઈ ચિંતા વિના મારા પેશન પર કામ કરી શકું છું. મારે ન ગમતું કામ ફરજિયાતપણે કરવું પડતું નથી કે કોઈ લાબી સામે ઝૂંકવું પડતું નથી.
બિઝનેસથી મને એ આઝાદી મળી છે.”વિવિકે આગળ જણાવ્યુ, “તેથી જ હું લોકોને કહ્યાં કરું છું કે તેમણે આર્થિક રીતે સ્વતંત્ર થવું જોઈએ, તેનાથી એ સ્તર પર પહોંચે કે તેઓ ઇચ્છે તે કામ કરી શકે, તેમના બાળકોના સપના પુરા કરી શકે. પૈસા હશે તો તમને આઝાદી પણ મળશે, તેનાથી તમને શાંતિ અને સુરક્ષા મળી શકશે.”
આ સમજણનો શ્રેય પિતા સુરેશ ઓબેરોયને આપતા વિવેકે કહ્યું,“એ ઇચ્છતા હતા કે અમે નાની ઉંમરથી જ આર્થિક રીતે સશક્ત બનીએ. અમારા ઉનાળાના વેકેશન દરમિયાન એ કહેતા,“બે મહિનાની રજાઓ છે, પહેલા મહિનામાં કોઈ કામ કરો, પછી બીજા મહિનામાં આપણે ક્યાંક જઈશું, ફરીશું અને આરામ કરીશું.”
એ અમારા માટે અમુક વસ્તુઓ લાવતા, ક્યારેક પર્ફ્યુમ્સ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, એ અમારી પાસે ડાયરી લખાવતા, જેમાં અમારે “આ મારો ખર્ચ, મારે ડેડને આટલા પૈસા આપવાના છે, અને આ કિંમતમાં હું આને વેંચી શકું છું.”
એવી નોંધ કરવાની રહેતી. એ અમને ઓછામાં ઓછા ટાર્ગેટ આપતા. હું ડોર-ટુ-ડોર જઇને વેંચતો અને એ વસ્તુઓ વેંચવાની કળા અને કસ્ટમર ફીડબૅક શું હોય તે શીખતો અને સમજતો હતો.”વિવિકે રોકાણ અને પોતાના ખર્ચ અને પૈસાનો વહીવટ કેમ કરવો તે અંગ પણ વાત કરી હતી.
તેણે ૧૬ વર્ષની ઉમરથી સ્ટોક માર્કેટમાં પૈસા રોકવાનું શરૂ કરી દિધું હતું. હાલ તેના અનેક જગ્યાએ રોકાણો છે, તેમજ દુબઈમાં કેટલીક ફિનટેક કંપનીઓમાં તેની ભાગીદારી પણ છે. તેનું પોતાનું ફિલ્મ અને પ્રોડક્શન હાઉસ પણ છે. તે રિયલ એસ્ટેટમાં પણ કામ કરી રહ્યો છે સાથે તેણે એક યુનિવર્સિટી પણ શરૂ કરી છે.SS1MS