જુના ભરૂચના જગાશેઠના ટેકરા પાસે રોડ બેસી જતા પથ્થર ભરેલું ટ્રેકટર ફસાયુ
ભરૂચ: ભરૂચ શહેર માં જગાશેઠ ના ટેકરા વિસ્તાર માં પથ્થર ઉપાડવા આવેલ ટ્રેકટર રોડ પર ભુવો પડતા તેમાં ફસાયું હતું।જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું.સ્થાનિકો માં ભૂગર્ભ ગટર ની કામગીરી બાદ ની પુરાણ કામગીરી માં વેઠ ઉતારવામાં આવી હોવાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા.
છેલ્લા ત્રણ વર્ષ થી ભરૂચ શહેર ના તમામ વિસ્તારો માં ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી દરમ્યાન ખોદકામ કરવામાં આવ્યું હતું.જે બાદ માટી પુરવામાં વેઠ ઉતારવામાં આવી હોવાથી બનાવવામાં આવેલ રસ્તાઓ પણ બેસી જવાના અને તૂટવાના બનાવો બનતા રહે છે.જેમાં વાહનચાલકો અને રાહદારીઓ પણ ખાબકતા રહ્યા છે.આવોજ એક બનાવ જુના ભરૂચ ના હાજીખાના બજાર પાસે આવેલ જગાશેઠ ના ટેકરા પાસે બનવા પામ્યો હતો.જેમાં આ વિસ્તાર માં પથ્થરો બેસાડવામાં આવ્યા બાદ ત્યાં રહેલા પથ્થરો લઈ જવા માટે ભરૂચ નગર પાલિકા નું ટ્રેકટર આવ્યું હતું.જે પથ્થર ભરી ને જઈ રહ્યું હતું તે દરમ્યાન જ રોડ પર નો કેટલોક ભાગ બેસી જતા આ ભુવા માં ટ્રેકટર ફસાઈ જવા પામ્યું હતું।જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
સ્થાનિકો માં ભૂગર્ભ ગટર ની કામગીરી બાદ કરાયેલ વેઠ ઉતાર પુરાણ કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને આ અંગે રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ જ ધ્યાન આપવામાં આવી રહ્યુ ન હોવાનું કાઢી રહ્યા હતા.
ભરૂચ શહેર માં ભૂગર્ભ ગટર કાર્યરત થયા ત્યારે ખરી પરંતુ છેલ્લા ત્રણ વર્ષ થી લોકો તેનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે.