Western Times News

Gujarati News

સર્જરી વિના ફાઇબ્રોઇડના લક્ષણોને ટાળી મહિલાઓનું ગર્ભાશય બચાવી શકાય: UFE (ફાઇબ્રોઇડ એમ્બોલાઇઝેશન) એક નવી આશા”

રાજકોટ : ગર્ભાશયમાં ગાંઠ મહિલાઓ માટે બહુ જ ખરાબ રોગ છે કારણ કે તેના કારણે મહિલાઓમાં માં બનવાની ક્ષમતા પર ખરાબ અસર થાય છે અને ઘણાં કેસમાં તો મહિલાઓ ક્યારેય ગર્ભ ધારણ કરી શકતી નથી. ગર્ભાશયમાં થતી ગાંઠ જેને ફાઈબ્રોઈડ પણ કહે છે.

મહિલાઓમાં આ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. જેમાં મહિલાના ગર્ભાશયમાં કોઈ માંસપેશીમાં અસામાન્ય રૂપથી વધુ વિકસિત થઈ જાય છે અને ધીરે-ધીરે ગાંઠનું સ્વરૂપ લઈ લે છે. આ એક પ્રકારનો ટ્યૂમર છે. આ અંગે ડૉ.વિકાસ જૈન (સીનિયર કન્સલ્ટન્ટ- ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ- રાજકોટ) એ તેના લક્ષણો અને ઈલાજ અંગે વધુ માહિતી આપી. Dr. Vikas Jain Wockhardt Hospitals Rajkot

Dr. Vikas Jain Wockhardt Hospitals Rajkot

ગર્ભાશયના ફાઇબ્રોઇડ (સારવાણી ગાંઠ) સ્ત્રીને ઘણી શારિરિક અને માનસિક તકલીફો આપે છે. આ ગાંઠો સામાન્ય રીતે ૩૦ થી ૫૦ વર્ષની વયની મહિલાઓમાં વધુ જોવા મળે છે. સંશોધનો મુજબ, લગભગ ૨૦- ૪૦% મહિલાઓમાં ગર્ભાશયમાં ફાઈબ્રોઇડ જોવા મળે છે.

ફાઈબ્રોઈડ્સ, ગર્ભાશયની દિવાલની અંદર, ગર્ભાશયના પોલાણમાં, અથવા ગર્ભાશયના પોલાણની બહાર વિકાસ કરી શકે છે. ફાઈબ્રોઈડની બીમારી કેમ થાય છે તેનું સ્પષ્ટ કારણ હજી ખબર પડી નથી પણ કેટલીક વાતો ફાઈબ્રોઈડની ગાંઠ થવા સાથે સંબંધ રાખે છે જેમ કે- હોર્મોનલ ફેરફાર અથવા જિનેટિક. મહિલાઓમાં ફાઈબ્રોઈડની સમસ્યા બહુ સામાન્ય છે. 99% આ ગાંઠ કેન્સર વિનાની હોય છે. જેથી ડરવાની જરૂર હોતી નથી.

ડૉ.વિકાસ જૈન (સીનિયર કન્સલ્ટન્ટ- ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ- રાજકોટ) જણાવે છે કે, “ભારે માસિક સ્ત્રાવ (55%થી વધુ મહિલાઓમાં જોવા મળે છે), પેટમાં દુ:ખાવો, વારંવાર પેશાબ થવો (35% મહિલાઓ), વંધ્યત્વ ની સમસ્યા (સંતાન ન હોવા) વગેરે લક્ષણો ધરાવતી મહિલાઓમાં ફાઇબ્રોઇડની સમસ્યા હોઈ શકે છે.

આ લક્ષણો મહિલાઓના જીવનની ગુણવત્તાને અસર કરે છે, તેનાથી શારીરિક તેમજ માનસિક તકલીફો થતી હોય છે. જો આ સંકેતોને યોગ્ય સમયે ઓળખી સારવાર કરાવવામાં આવે તો આ સમસ્યા નું નિવારણ કરી શકાય છે. તેના નિવારણ માટે અમે મુખ્યત્વે ફાઇબ્રોઈડ એમ્બ્યુલાઈઝેશન કે જેમાં ગર્ભાશય ની વાઢ કાપ કે ચિરા ટાંકા વગર સારવાર કરીએ છીએ.”

ફાઇબ્રોઇડ એમ્બોલાઇઝેશન (Uterine Fibroid Embolization – UFE) ફાઈબ્રોઈડની સારવારના તમામ વિકલ્પોમાં એમ્બ્યુલાઈઝેશન એ આધુનિક સારવાર હોવાથી તેમજ દર્દી માટે સરળ હોવાથી અત્યારના સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમ જેમ ટેકનિકલ પ્રગતિ થઈ રહી છે અને લોકો જેમ બને એમ ટૂંકો સમય હોસ્પિટલમાં કાઢવા ઇચ્છતા હોય છે,

જનરલ એનેસ્થેસિયાનું રિસ્ક લેવા માંગતા નથી, ત્યારે ફાઇબ્રોઈડ એમ્બ્યુલાઈઝેશન એ વરદાન સમાન સારવાર છે.એ સર્જરી નહિ પણ એક પ્રોસિજર છે, જેમાં ફાઇબ્રોઇડ ગાંઠમાં જતી રક્તનળીઓમાં માઇક્રો પાર્ટિકલ્સ મૂકવામાં આવે છે. જેના કારણે ફાઇબ્રોઈડ ને મળતો રક્ત પ્રવાહ બંધ થઈ જાય છે અને ધીરે ધીરે ગાંઠ પોતાની રીતે ઓગળવા માંડે છે.

ફાઈબ્રોઈડના ઈલાજ માટે પહેલાં સર્જરી કરવામાં આવતી હતી, જેનો ઘા રૂઝાવામાં પણ સમય લાગતો હતો પણ હવે દૂરબીનથી તેનો ઉપચાર કરવામાં સ્કિન પર કોઈ ડાઘ પણ રહેતા નથી. લેપ્રોસ્કોપી ટ્રીટમેન્ટથી ફાઈબ્રોઈડની સર્જરી માટે વરદાન છે. જોકે ફાઈબ્રોઈડની ગાંઠ કેન્સેરિયસ નથી હોતી જેથી તેનો સરળતાથી ઉપચાર સંભવ છે.

જો તમે ફાઇબ્રોઇડ કે અન્ય ગર્ભાશય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ www.drvikashjain.com પર મુલાકાત લો. અહીં તમને તમામ તબીબી સેવાઓ, જે અમે પ્રદાન કરીએ છીએ, તે વિષે વિગતવાર માહિતી મળશે.

પરિવારમાં કોઈને પણ પહેલાં ફાઈબ્રોઈડની સમસ્યા રહી હોય તો દર 6 મહિનામાં એકવાર પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ જરૂર કરાવો. જેનાથી શરૂઆતમાં જ તેના વિશે જાણી શકાય. તેનાથી બચવા માટે હેલ્ધી ડાયટ અને એક્સરસાઈઝનું રૂટીન ફોલો કરવું જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.