Western Times News

Gujarati News

USTએ ભારતની પ્રતિષ્ઠિત સાયબર સિક્યોરિટી ઇવેન્ટ c0c0n 2024 ખાતે કેપ્ચર CTF કમ્પિટિશનમાં પહેલા ત્રણ સ્થાનો મેળવ્યા

  • c0c0n 2024 એ ભારતની સૌથી લાંબો સમય ચાલેલી પ્રીમિયર ઇન્ટરનેશનલ સાયબરસિક્યોરિટી કોન્ફરન્સ છે જે નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપે છે અને આ તેની 17મી એડિશન છે
  • યુએસટી ટીમોને સમગ્ર ભારતમાં ભાગ લેનાર 35 ટીમોમાંથી તમામ ટોચના 3 વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી

 બેંગાલુરુગાંધીનગરગુજરાત29 નવેમ્બર2024 – અગ્રણી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સ કંપની યુએસટીએ ગુજરાતના ગાંધીનગરમાં ધ લીલા ખાતે યોજાયેલી ભારતની અગ્રણી ઇન્ટરનેશનલ સાયબરસિક્યોરિટી કોન્ફરન્સ ખાતે c0c0n 2024 કેપ્ચર ધ ફ્લેગ (સીટીએફ) સ્પર્ધાના ટોચના ત્રણ સ્થાનો જીતીને તેની ઉત્કૃષ્ટતા દર્શાવી હતી. ઇન્ફોર્મેશન સિક્યોરિટી રિસર્ચ એસોસિયેશન (આઈએસઆરએ) દ્વારા આયોજિત c0c0n એ ઇન્ફોર્મેશન સિક્યોરિટી અને પ્રાઇવસીની જાગૃતતાને બતાવવાશિક્ષણ આપવાનવીનતા લાવવા તથા પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.

 DomeCTF તરફથી BESEC.CTF તરીકે નવું નામ મેળવનારી આ વર્ષની કેપ્ચર ધ ફ્લેગ (સીટીએફ) સ્પર્ધાએ વેબ ચેલેન્જીસરિવર્સ એન્જિનિયરિંગ, ક્રિપ્ટોગ્રાફી, એપીઆઈ એક્સપ્લોઇટેશનડિજિટલ ફોરેન્સિક્સ અને સ્ટેગનોગ્રાફી સહિતની વિવિધ સાયબરસિક્યોરિટી ચેલેન્જીસ રજૂ કરી હતી અને એથિકલ હેકર્સને તેમની પ્રતિભા બતાવવા તથા અત્યાધુનિક પડકારોનો સામનો કરવા તેમજ ફિલ્ડમાં તેમની કુશળતા બતાવવા માટે ઉત્કૃષ્ટ મંચ પૂરું પાડ્યું હતું.

 ઇન્ફોર્મેશન સિક્યોરિટી લીડ શાઇન મોહમ્મદ અને ઇન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસ્ટ આનંદ શ્રીકુમારના નેતૃત્વ હેઠળ વિજેતા Team R38007 જાહેર થઈ હતી જ્યારે ઇન્ફોર્મેશન સિક્યોરિટી લીડ શિબિન બી શાજી અને ઇન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસ્ટ ગોકુલ કૃષ્ણા એસના નેતૃત્વ હેઠળ Team localgho5t બીજા સ્થાને રહી હતી.

ઇન્ફોર્મેશન સિક્યોરિટી લીડ વિષ્ણુ પ્રસાદ પી જી અને ઇન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસ્ટ અતુલ નાયરના નેતૃત્વ હેઠળની Team Cyber Ninjas ત્રીજા સ્થાને રહી હતી. વિજેતા ટીમને ઈઆરએનડબ્લ્યુ જર્મનીના રિસર્ચર ડેવિડ બાપ્તિસ્ટ અને બીગલ સિક્યોરિટીના સીઈઓ રેજાહ રહીમ તરફથી ઇનામો મળ્યા હતા. તમામ ત્રણેય વિજેતા ટીમો યુએસટીના ઇન્ફોર્મેશન સિક્યોરિટી (આઈએસ) ડિવિઝનની છે.

Shine Mohammed and Anand Sreekumar from UST received

આ જીત અંગે યુએસટીના ઇન્ફોર્મેશન સિક્યોરિટી કમ્પ્લાયન્સના ગ્લોબલ હેડ અને ડિરેક્ટર આદર્શ નાયરે જણાવ્યું હતું કે હું વિવિધ સાયબરસિક્યોરિટી ચેલેન્જીસને પડકારવામાં પોતાની અદ્વિતીય કુશળતા અને સમસ્યા ઉકેલવા માટેની ક્ષમતા બતાવવા બદલ યુએસટીના ઇન્ફોર્મેશન સિક્યોરિટી ટીમના સભ્યોને મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. ડિજિટલ ક્ષેત્રે પરિવર્તનો આવી રહ્યા છે અને એઆઈ કેન્દ્રસ્થાને આવી રહ્યું છે ત્યારે મજબૂત સાયબરસિક્યોરિટી નવીનતા અને પ્રગતિના મુખ્ય પાયો બની છે. સીટીએફ જેવી સ્પર્ધાઓ સાયબરસિક્યોરિટી પ્રોફેશનલ્સનું જતન કરવા, તેમની નિપુણતાને આકાર આપવા અને ઇન્ટેલિજન્સ તથા સ્ટ્રેટેજીની ઊંચા સ્તરની લડાઇમાં સ્પર્ધા કરવા માટે સીમાઓથી આગળ વધવા માટે મહત્વનું પ્લેટફોર્મ બની રહે છે. આ સિદ્ધિ હાંસલ કરીને યુએસટી ડિજિટલ ઇકોસિસ્ટમ્સની સુરક્ષા અને સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા માટેના મુખ્ય સિદ્ધાંતો ટેક્નિકલ કુશળતામાં આગળ વધવા, ટીમવર્કને પ્રોત્સાહન આપવા અને નવીનતામાં પ્રગતિ સાધવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

c0c0nની 17મી એડિશન સાયબરસિક્યોરિટી પ્રોફેશનલ્સ, ઉદ્યોગ અગ્રણીઓ, સંશોધકો અને વિશ્વભરના ઉત્સાહીઓને સાથે લાવે છે અને આ અગ્રણી આંતરરાષ્ટ્રીય સાયબરસિક્યોરિટી ઇવેન્ટ તરીકે તેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે. યુએસટીની ઇન્ફોર્મેશન સિક્યોરિટી ટીમો c0c0n 2023ની સીટીએફ સ્પર્ધાઓમાં પણ પ્રથમ અને બીજા ક્રમે રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.