Western Times News

Gujarati News

ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર હાઇવેના ડિવાઇડર કૂદી બે પુલ વચ્ચે ફંગોળાયું

ગુજરાત રાજ્યમાં 4 ભયંકર અકસ્માતમાં ૮નાં મોત

(એજસી)અમદાવાદ, રાજ્યમાં અકસ્માતની વણઝાર થઇ હોય તેવું આજના દિવસે લાગ્યું છે. જેમાં સવારથી બપોર સુધીમાં આજના દિવસે ૪ અક્માત સર્જાયા હતા. જેમાં ૮ લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા. ત્યારે આ ઘટનાને લઇ પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.

રાજ્યમાં બપોર સુધીમાં ૪ ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જોકે આ અકસ્માતોમાંમ ૮ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. દાદરા નગર હવેલીના દૂધની ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર પલટી મારી જતા ૪ લોકોના ઘટના સ્થળે મોત અને ૧ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.

સુરતના મિત્રો દૂધની ગામ તરફ આવી રહ્યા હતા તે વખતે બન્યો બનાવ. જેમાં ચાલકે સ્ટેરીંગ પરથી ગાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગઇ હતી. નિચે ઢોળાવ વાળો વિસ્તાર હોવાથી કાર નીચે પટકાઈ હતી. ત્યારે એક સાથે ૪ના લોકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે.

બીજી ઘટના વલસાડમાં સર્જાઇ હતી. જેમાં વલસાડમાં હાઇવેના બે પુલ વચ્ચે કન્ટેનરનો અકસ્માત થયો હતો. જેમાં વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઘટના સર્જાઇ હતી. જોકે અકસ્માતમાં કન્ટેનર ચાલકનો બચાવ થયો છે. પરંતુ કન્ટેનરનો ક્લીનર પુલ પરથી ૫૦ ફૂટ નીચે પટકાતા મોત નિપજ્યું હતું. ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર હાઇવેના ડિવાઇડર કૂદી બે પુલ વચ્ચે ફંગોળાયું હતું. કન્ટેનર ઘડિયાળના લોલકની જેમ પુલ વચ્ચે લટકયું જોવા મળ્યું હતું.

ત્રીજી ઘટનાઃ આણંદમાં તારાપુર-ધર્મજ હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વડદલા પાટીયા નજીક વહેવી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૩ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ઓવર ટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતને લઈ હાઇવે પેટ્રોલિંગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. ત્યારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઉપરાંત અકસ્માતમાં મૃતક ૩ રાજકોટના હોવાનું જણાયું હતું.

ચોથી ઘટનાઃ અમદાવાદમાં અસલાલી ર્ટનિંગથી લાંબા જતા રસ્તાનો બનાવ બન્યો હતો. જેમાં બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સવારે ૭.૧૧ કલાકે અસલાલી બ્રિજ પાસે બે કોમર્શિયલ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઇવર સહિત બે લોકો વાહનમાં દબાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વાહનમાં દબાઈ જતા બંનેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ થતા અસલાલી અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમ વટના સ્થળ પર પહોંચી હતી. અને બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ન્યુમેટિક બેગ અને હાઇડ્રોલિક સ્પ્રેડર કટરની મદદથી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા.જે બાદ બંનેને એમ્બ્યુલન્સ મારફતે નજીકના હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.