Western Times News

Gujarati News

મધ્યપ્રદેશનો ઇસમ એસ.ટી. બસમાં પિસ્તોલ લઈને મુસાફરી કરતો હતો

સેવાલીયા: એસટી બસમાંથી દેશી પિસ્તોલ સાથે મધ્યપ્રદેશનો ઇસમ ઝડપાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગળતેશ્વર તાલુકાના સેવાલિયા નજીકથી પસાર થતી એસટી નિગમની બસને પોલીસે અટકાવીને શંકાસ્પદ મુસાફરોની નિયમ મુજબ રૂટિન તપાસતા કરી હતી દરમિયાન એક પરપ્રાંતી ઈસમ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી પોલીસે આ પરપ્રાંતીય શખ્સ સહિત સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ સેવાલિયા પોલીસના માણસો ગતરાત્રે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મહિસાગર નદી નજીક આવેલ જુની ચેક પોસ્ટ પાસેથી પસાર થતી દાહોદથી જામનગર જતી એસટી બસને અટકાવી હતી. અને બસમાં બેઠેલા મુસાફરોની તપાસ હાથ ધરી હતી દરમિયાન બસમાં એક મુસાફર પોલીસને જોઈ આઘોપાછો થતો હતો.

જેથી શંકાના આધારે આ ઈસમને પોલીસે પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પોતાનું નામ રાજેશ આપસિહ નવલસિંહ વસુનિયા (રહે.કદવાલ, લીમડીપુરા, જિ.ધાર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.

અને પોલીસે તેની તલાસી લેતા એક બેગમાંથી ભારતીય બનાવટની દેશી પિસ્તોલ મળી આવી હતી. જે બાબતે પરમીટ ન રજૂ કરતા પોલીસે આ રજેશ સામે ગુનો નોંધ્યો છે.પોલીસે રૂપિયા ૨૫ હજારની દેશી પિસ્તોલ સાથે મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પકડાયેલા રાજેશ વસુનિયાની પુછપરછમાં તે પોતે દાહોદથી આ બસમાં બેઠો હતો અને આ હથિયાર તેના ગામના બનસિગ મોતરીયા વસુનિયાએ સાયલા ખાતે રહેતા પોતાના દીકરા પવન જે ખેતી કામ કરે છે તેને આપવા જણાવ્યું હતું જેથી તે સાથે લાવ્યો હોવાનું જણાવ્યું હતું આ મામલે પોલીસે કુલ ત્રણ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.