Western Times News

Gujarati News

રશિયાએ યુક્રેન પર આશરે ૧૮૮ મિસાઇલો-ડ્રોન છોડ્યા

અનેક ઇમારતો ધ્વસ્ત
વીજ પૂરવઠો આપતાં કેન્દ્રો પર હુમલાથી શૂન્ય ડિગ્રી તાપમાનમાં ૧૦ લાખથી વધુ લોકો ઠંડીમા ઠૂઠવાયાં

કિવ,રશિયાએ ૧૮૮ મિસાઈલ અને ડ્રોન વડે યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યાે છે. યુક્રેનના ઊર્જા મંત્રીએ જણાવ્યું છે કે હુમલાના કારણે દેશના લગભગ તમામ ઊર્જા સ્ત્રોતો ઠપ્પ થઈ ગયા છે. યુક્રેનમાં લગભગ ૧૦ લાખ લોકોને શૂન્ય ડિગ્રી તાપમાનમાં વીજળી વિના રાત પસાર કરવી પડી હતી. જો કે રશિયાએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.યુક્રેનના ઊર્જા મંત્રી હરમન હલુશેન્કોનું કહેવું છે કે યુક્રેનમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા થઈ રહ્યા છે, જેના કારણે નેશનલ પાવર ગ્રીડના ઓપરેટરે ઈમરજન્સી પાવર કટ શરૂ કરી દીધો છે.

કિવ, ઓડેસા, ડીનીપ્રો અને ડનિત્સ્કમાં વીજળી પુરવઠામાં મુશ્કેલી છે. રશિયાએ ફેબ્›આરી ૨૦૨૨ થી યુક્રેનના ઊર્જા માળખા પર ઘણી વખત હુમલો કર્યાે છે, જેના કારણે વારંવાર ઇમરજન્સી પાવર આઉટેજ અને સમગ્ર દેશમાં બ્લેકઆઉટની સ્થિતિનું નિર્માણ થયું છે. યુક્રેનની રાજધાની કિવ પર પણ રશિયા તરફથી હવાઈ હુમલાઓ ચાલુ છે. ખાસ વાત એ છે કે રશિયા હવે ડ્રોનની જગ્યાએ મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. યુક્રેનિયન સૈન્યનું કહેવું છે કે કિવમાં તમામ રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે.

જો કે, કેટલાક મીડિયા આઉટલેટ્‌સ કહે છે કે કિવના લોકો લગભગ દરરોજ રાત્રે ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા, ૩૩ મહિના લાંબા યુદ્ધની વચ્ચે, રશિયાએ પ્રથમ વખત યુક્રેનિયન શહેર ડીનીપ્રો પર હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યાે હતો. આ સાથે જ યુક્રેને પણ પશ્ચિમી દેશો પાસેથી મળેલા ખતરનાક હથિયારોથી રશિયા પર હુમલો કર્યાે હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.