Western Times News

Gujarati News

સરકારે ૬.૬૯ લાખ સિમકાર્ડ અને ૧.૩૨ લાખ IMEI નંબર બ્લોક કર્યા

‘ડિજિટલ અરેસ્ટ’ મામલે સંસદમાં ખુલાસો

ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાયબર ક્રાઇમ પર લગામ મૂકવા માટે ‘ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિેનેશન સેન્ટર’(આઈ૪સી)ની સ્થાપના કરી છે

નવી દિલ્હી,દેશમાં ‘ડિજિટલ અરેસ્ટ’ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આ બાબતને લઈને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. આ દરમિયાન ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડના વધી રહેલા કિસ્સાઓની વચ્ચે કેન્દ્ર સરકારને પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલા રિપોર્ટ મુજબ, ૬.૬૯ લાખથી વધુ સિમકાર્ડ અને ૧,૩૨,૦૦૦ ઈન્ટરનેશનલ મોબાઇલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી(IMEI) નંબર બ્લોક કર્યા છે. કે

ન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કહ્યું કે, ડિજિટલ ધરપકડ સહિત વિવિધ સાયબર ક્રાઇમને કાબુમાં લેવા માટે તંત્રને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે.ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાયબર ક્રાઇમ પર લગામ મૂકવા માટે ‘ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિેનેશન સેન્ટર’(આઈ૪સી)ની સ્થાપના કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, હમણા સુધી ૯.૯૪ લાખથી વધુ ફરિયાદોમાં રૂપિયા ૩૪૩૧ કરોડથી વધુ રકમ બચાવવામાં આવી છે. સરકાર અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરોએ આવનાર આંતરરાષ્ટ્રીય નકલી કોલોની ઓળખ કરવા અને એ કોલને બ્લોક કરવા માટે એક સિસ્ટમ પણ તૈયાર કરી છે, જેમાં ભારતીય મોબાઇલ નંબર ભારતમાંથી આવતા હોવાનું પ્રતીત થાય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.