Western Times News

Gujarati News

મની લોન્ડ્રિંગ:EDએ ચીન સંલગ્ન કેટલીક કંપનીઓની સંપત્તિ જપ્ત કરી

HPZ ટોકન’ એપ, ઓનલાઈન ગેમિંગ સાઇટ દ્વારા કરોડોની છેતરપિંડી

આ મામલામાં માર્ચમાં ઈડી દ્વારા દાખલ ચાર્જશીટમાં કુલ ૨૯૯ લોકો, કંપનીઓને આરોપી બનાવવામાં આવી છે

નવી દિલ્હી,કેન્દ્રીય એજન્સી ઈડીએ ગુરૂવારે ‘એચપીઝેડ ટોકન’ સંબંધિત મની લોન્ડ્રિંગના મામલાની તપાસ અંતર્ગત ભારત અને દુબઈમાં નવી સંપત્તિઓ જપ્ત કરી છે, જેમાં ચીન સંબંધિત કેટલીક શેલ કંપનીઓની સંપત્તિઓ પણ સામેલ છે. આ મામલામાં રોકાણ કરવાના ષડયંત્ર રચીને કેટલાક રોકાણકારોને કથિત રીતે છેતરવામાં આવ્યા હતા. ઈડીએ એક નિવેદનમાં કહ્યું કે, જપ્ત કરાયેલી સંપત્તિઓની કિંમત રૂપિયા ૧૦૬.૨૦ કરોડ છે. આ પહેલાં પણ આ મામલામાં સંપત્તિઓ જપ્ત કરાઈ હતી.

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ વધુમાં કહ્યું કે, આ સંપત્તિઓ વિવિધ વ્યક્તિઓ અને કંપનીઓની છે, જેમાં ચીન સંબંધિત બોગસ કંપનીઓ પણ સામેલ છે, જે ‘એચપીઝેડ ટોકન’ એપ અને ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી વેબસાઇટના માધ્યમથી રોકાણકારોને તેમના રોકાણને બમણું કરવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.આ મામલામાં માર્ચમાં ઈડી દ્વારા દાખલ ચાર્જશીટમાં કુલ ૨૯૯ લોકો, કંપનીઓને આરોપી બનાવવામાં આવી છે.

એમાં ૭૬ કંપનીઓ ચીનમાંથી ઓપરેટ થઈ રહી છે, જેમાં ૧૦ કંપનીના ડાયરેક્ટર ચીનના નાગરિક છે. જ્યારે બે કંપનીઓ અન્ય વિદેશી નાગરિકો દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે.પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત આ મામલો કોહિમા પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે નોંધેલી એફઆઈઆર આધારીત છે. આ આરોપીઓ પર બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી દ્વારા ભારે વળતર આપવાનું વચન આપીને રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.