Western Times News

Gujarati News

પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટિવ હશે તો પણ પાસપોર્ટ બનાવવાનું રોકી શકાશે નહીં:રાજસ્થાન હાઈકોર્ટ

રાજસ્થાન હાઈકોર્ટનો હુકમ

એક પ્રતિકૂળ પોલીસ વેરિફિકેશન રિપોર્ટ નાગરિકને પાસપોર્ટ મેળવવાના તેના કાયદાકીય અધિકારથી વંચિત કરી શકે નહીં

પોલીસનો નેગેટિવ રિપોર્ટ છતાં પાસપોર્ટ ઇશ્યૂ કરવો પડશે

જયપુર,પાસપોર્ટ બનાવડાવવા અથવા રિન્યુ કરાવવા માટે રાહ જોતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટિવ હશે તો પણ પાસપોર્ટ બનાવવાનું રોકી શકાશે નહીં. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે પોલીસ વેરિફિકેશન રિપોર્ટ નેગેટિવ હોવાના કારણે નાગરિકને પાસપોર્ટ મેળવવાના કાયદાકીય અધિકારથી વંચિત કરી શકાય નહીં. જસ્ટિસ અનૂપ કુમાર ધંડની બેન્ચે જણાવ્યું હતું કે પાસપોર્ટ ઓથોરિટી પોલીસ રિપોર્ટથી બંધાયેલી નથી.

સાવિત્રી શર્મા વિ. યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં સાવિત્રી શર્માની અરજી પર સુનાવણી કરતા બેન્ચે તેના ચુકાદામાં કહ્યું હતું કે, એક પ્રતિકૂળ પોલીસ વેરિફિકેશન રિપોર્ટ નાગરિકને પાસપોર્ટ મેળવવાના તેના કાયદાકીય અધિકારથી વંચિત કરી શકે નહીં. તે પાસપોર્ટ સત્તાધિકારી નક્કી કરશે કે વેરિફિકેશન રિપોર્ટમાં અરજીકર્તા વ્યક્તિના તથ્યોને ધ્યાનમાં રાખીને તેને પાસપોર્ટ જારી કરવો કે નહીં. જો કે, કોર્ટે પાસપોર્ટ વિભાગને સ્વતંત્રતા આપી છે કે જો પોલીસ વેરિફિકેશનમાં કંઇક ગરબડ મળી આવી હોય તો તેઓ કાયદા મુજબ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.

આ સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને પાસપોર્ટ ઓફિસરને અરજદારની પાસપોર્ટ રિન્યુઅલની અરજીનો ૮ સપ્તાહની અંદર નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે પાસપોર્ટ કે ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપવાનો નિર્ણય પાસપોર્ટ ઓથોરિટી દ્વારા જ લેવામાં આવે. આ કેસમાં અરજદારનો પાસપોર્ટ મે, ૨૦૨૨ સુધી માન્ય હતો. પરંતુ પોલીસ વેરિફિકેશન દરમિયાન તેનો નેગેટિવ રિપોર્ટ આવતાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. અરજદારે આને હાઈકોર્ટમાં પડકાર્યાે હતો અને પાસપોર્ટ રિન્યુ કરી આપવા વિનંતી કરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.