શહેર શિક્ષણાધિકારી પહેલી ડિસેમ્બરે ‘વાલી સાથે વાર્તાલાપ’ કાર્યક્રમ યોજાશે
કિશોરના જીવનમાં માતા-પિતા અને શિક્ષકની ભૂમિકા વિષય પર વાર્તાલાપ કરવામાં આવશે
વેબિનારના માધ્યમથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાઓ જોડાય તે માટે સૂચના પણ આપવામાં આવી છે
અમદાવાદ,
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વાલી સાથે વાર્તાલાપ નામનો કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે. ૧ ડિસેમ્બરના રોજ લાઈવ વેબિનારના માધ્યમથી આચાર્ય, શિક્ષકો અને વાલીઓ સાથે કિશોરના જીવનમાં માતા-પિતા અને શિક્ષકની ભૂમિકા વિષય પર વાર્તાલાપ કરવામાં આવશે. આ સાથે સારથી પ્રોજેક્ટની ટીમ દ્વારા વિવિધ મુંઝવણોનો ઉકેલ પણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
વેબિનારના માધ્યમથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાઓ જોડાય તે માટે સૂચના પણ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સારથી પ્રોજેક્ટ અંતર્ગત ૨૦૦ શાળાના ૪૦૦થી વધુ સારથી શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સમયાંતરે સારથી પ્રોજેક્ટ ટીમ દ્વારા વિવિધ પ્રકારના સ્થળ મીટિંગ, ઓનલાઈન વેબિનાર દ્વારા શાળા પરિવારને વિવિધ પ્રકારની મુશ્કેલીઓ બાબતે પથદર્શિત કરવામાં આવે છે.
આ જ રીતે ૧ ડિસેમ્બર, રવિવારના રોજ સવારે ૧૧થી ૧૨ વાગ્યા દરમિયાન ઓનલાઈન વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘વાલી સાથે વાર્તાલાપ’ નામનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં આચાર્યાે, શિક્ષકો અને વાલીઓ સાથે કિશોરના જીવનમાં માતા-પિતા અને શિક્ષકની ભૂમિકા મહત્વ પર વર્તાલાપ કરશે. આ તકે સારથી પ્રોજકેટની વિવિધ વિષયની તજજ્ઞ ટીમ પણ વિવિધ મુંઝવણો ઉકેલ અર્થે માર્ગદર્શિત કરશે. વિશેષમાં, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સમસ્યા નિવારણ હેતુ સારથી હેલ્પલાઈન વોટ્સએપ નંબરથી ૨૪/૭ સેવા વિષે પણ અવગત કરવામાં આવશે.ss1