Western Times News

Gujarati News

મેનેજર પર માલિકના વોટ્‌સએપ ડીપીવાળા નંબર પરથી કોલ આવ્યો ને ૧.૯૮ કરોડ ગયા

Files Photo

ગઠિયાએ નવા પ્રોજેક્ટ માટે મેનેજર પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા

મનિષ કંસારાએ બેલેન્સ ૧૦ કરોડ રૂપિયા હોવાની માહિતી આપતા તરત જ ચેટ પર મેસેજ કરવામાં આવ્યો કે નવા પ્રોજેક્ટ માટે એડવાન્સ પેમેન્ટ ચૂકવવાનું છે

અમદાવાદ,
શહેરની એક કંપનીના મેનેજર પર અજાણ્યા નંબર પરથી વોટસએપ મેસેજ આવ્યો. જેના ડીપી પર કંપનીના માલિકનો ફોટો હતો. ગઠિયાએ મેનેજરને માલિકના નામે મેસેજ કરતાં પોતાનો નંબર એડ કરી લેવાનો આદેશ આવ્યો અને કંપનીના એક ડીલ માટે તાત્કાલિક ૧.૯૮ કરોડ ટ્રાન્સફર કરવાનો આદેશ આપતાં મેનેજરે રૂપિયા ટ્રાન્સફર કરી દીધા અને ગઠિયાએ ફોન બંધ કરી દીધો. આ બાબતે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.પ્રેરણાતીર્થ દેરાસર નજીક રત્નાકર બ્લુ મોન્ડમાં રહેતા મનિષ ધીરજ કંસારા શહેરની વેલ્થ ફર્સ્ટ પોર્ટફોલિયો મેનેજરર્સ લિ. કંપનીમાં ફાઇનાન્સિયલ મેનેજર તરીકે કામ કરે છે.

કંપનીના માલિક આશિષ નવનીતલાલ શાહ છે. ફાઇનાન્સને લગતી બાબતોની સીધી ચર્ચા આશિષ શાહ મનિષ કંસારા સાથે કરતા હોય છે. ગત મંગળવારે મોડી સાંજે મનિષ કંસારાના વોટ્‌સએપ પણ એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેના ડીપી પર આશિષ શાહનો ફોટો હતો. મેસેજમાં એવી સૂચના આપવામાં આવી હતી કે આ મારો કામ કાજ માટેનો નંબર છે માટે સેવ કરી લો.મનિષ કંસારાએ આ નંબર આશિષ શાહના નામથી સેવ કરી લીધો. ત્યારબાદ થોડી ચેટ કરવામાં આવી.

કથિત આશિષ શાહના નંબર પરથી મેસેજ આવ્યો કે ઓફિસમાં છો હકારાત્મક જવાબ મળતાં બેંક બેલેન્સ ચેક કરી જણાવવાનું કહેવામાં આવ્યું.મનિષ કંસારાએ બેલેન્સ ૧૦ કરોડ રૂપિયા હોવાની માહિતી આપી. તરત જ ચેટ પર મેસેજ કરવામાં આવ્યો કે નવા પ્રોજેક્ટ માટે એડવાન્સ પેમેન્ટ ચૂકવવાનું છે. તાત્કાલીક એક એકાઉન્ટ નંબરમાં રૂપિયા ૧.૯૮ કરોડ ટ્રાન્સફર કરવાની સૂચના અપાઈ. માલિકનો આદેશ માનીને મનિષે તરત જ ૧.૯૮ કરોડ ટ્રાન્સફર કરી દીધા. ત્યારબાદ તેણે અજુગતું લાગતાં આશિષ શાહને ફોન કરીને આ બાબતે પૂછતાં તેમણે આવો કોઇ જ મેસેજ નહીં આપ્યો હોવાનું જણાવ્યું હતું. તરત જ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ આદરી છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.