સારા અલી ખાન ગોવામાં યોગાની તાલીમ આપશે
સિલેક્ટેડ લોકોને યોગ અને વેલનેસ ટ્રેનિંગ સાથે સારાની નવી શરૂઆત
એક જાણીતી હોસ્પિટાલિટી કંપનીના ચાર વિજેતા મહેમાનો માટે બે રાત અને ત્રણ દિવસની રિટ્રીટનું આયોજન કરશે
મુંબઈ,સારા અલી ખાન તેની હેલ્થ અને ફિટનેસ બાબતે કેટલી સજાગ છે અને તે પોતાની હેલ્થનું કેટલું ધ્યાન રાખે છે તે બાબતે તેના ફૅન્સ જાણે છે. હવે કે એક નવી શરૂઆત કરી રહી છે. તે ગોવામાં એક વેલનેસ અને યોગા રિટ્રીટનું આયોજન કરવા જઈ રહી છે.જેમાં એક જાણીતી હોસ્પિટાલિટી કંપનીના ચાર વિજેતા મહેમાનો માટે બે રાત અને ત્રણ દિવસની રિટ્રીટનું આયોજન કરશે.આ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં સારાએ કહ્યું,“ગોવામાં આ રિટ્રીટમાં મહેમાનોને આવકારવા ઉત્સાહિત છું.
અમે શરીરની સાથે મન અને આત્માના પોષણ માટે કામ કરીશું સાથે યાદગાર સંસ્મરણો તો બનશે જ. જીવનની સાદગીને ક્યારેય ન ભૂલી શકાય તેવા અનુભવમાં બદલીને જાત સાથે જોડાવાની આ એક તક છે.”આ રિટ્રીટમાં મહેમાનોને જંગલમાં કુદરતી અવાજો અને લક્ઝુરિયસ સુવિધાઓની વચ્ચે રહેવાનું થશે, જેમાં તેમને સારા દ્વારા યોગની તાલીમ આપવામાં આવશે. ત્યાર બાદ દરેક મહેમાનને પર્સનલાઇઝ્ડ ટિપ્સ પણ આપવામાં આવશે.
સાથે જ મહેમાનો તરોતાજા સામગ્રીમાંથી જંગલમાં ગ્રિલ્ડ ફિશ, પાલક પનીર, ફણગાવેલાં કઠોળના સેલેડ જેવી સારાએ નક્કી કરેલી ખાસ આરોગ્યપ્રદ વાનગીઓ પીરસવામાં આવશે. તેમને ગોવાના જંગલોમાં ટ્રેકિંગનો અનુભવ પણ મળશે. તેઓ આ પ્રવૃત્તિઓમાંથી તાજગી અનુભવી શકે તે માટે તેમને ખાસ મસાજ પણ આપવામાં આવશે. સાથે જ તેમને સારા તરફથી કેટલીક ખાસ ભેટ પણ મળશે.ગોવા ટુરિઝમ દ્વારા ગોવામાં વેલનેસ ટુરીઝમને પ્રોત્સાહન આપવના હેતુથી થતા આયોજનોમાંનું આ એક અનોખું આયોજન છે.ss1