આમોદ ના આછોદ ગામે યોજયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આછોદની ટીમ વિજેતા બની તો માતર રનર અપ રહી
ભરૂચ: આમોદ તાલુકાના આછોદ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.ટુર્નામેન્ટમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો જેમાં જંબુસર અને માતર વચ્ચે સેમિફાઈનલ રમાઈ હતી અને બીજી સેમીફાઈનલ આછોદ અને મછાસરા વચ્ચે રમાઈ હતી.માતર અને જંબુસર વચ્ચેની સેમી ફાઈનલમાં માતરની ટીમ વિજેતા થઈ હતી.જ્યારે આછોદ અને મછાસરા વચ્ચે રમાયેલી સેમીફાઇનલ મેચમાં આછોદ ટીમ વિજેતા થઈ હતી.આમ આછોદ અને માતરની ટીમ ફાઈનલમાં આવી હતી અને બુધવારે ફાઈનલ મેચની શરૂઆત ભારતીય પરંપરા મુજબ રાષ્ટ્રગીત વગાડી કરી હતી.
માતરની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૨૪ રન બનાવ્યા હતા અને દિલધડક મુકાબલામાં રોમાંચ બાદ આછોદ ની ટીમ છેલ્લી ઘડીએ રન ચેજ કરવામાં સફળ બની હતી.આછોદ અને માતર વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં દિલધડક મુકાબલામાં આછોદ ની ટીમ વિજેતા બની હતી અને ગામલોકોએ પોતાના ગામની વિજેતા બનેલી ટીમને ભારે ઉત્સાહથી વધાવી લીધી હતી.
ફાઈનલ મેચમાં મોટી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડ ઉપર મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા.જેમાં ભરૂચ જીલ્લાના અનેક ગામોના લોકો મેચ જોવા માટે આવ્યા હતા.તેમજ ગામની મહિલાઓ પણ મોટી સંખ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મેચ જોવા આવી હતી.