Western Times News

Gujarati News

ભાવનગરમાં ૧.૫ કરોડની લોનની લાલચમાં ૪૦ લાખ રૂપિયા ગુમાવ્યા

યુવકે કર્યાે આપઘાત

આ સમગ્ર મામલે બી.ડિવિઝન પોલીસે સ્યુસાઈડ નોટ અને વિડીયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર,ભાવનગર શહેરમાં લોનની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા બાદ પરણિત યુવાને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ યુવાને આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. શહેરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા પ્રવીણ સાગઠીયા નામના પરણિત કોન્ટ્રાક્ટર યુવાને દોઢ કરોડ રૂપિયાની લોનની લાલચમાં ૪૦ લાખ રૂપિયા ગુમાવી દેતા અંતિમ પગલું ભરી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ યુવાને આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં સમગ્ર બાબતનું વર્ણન કર્યું હતું. વીડિયોમાં યુવાને કહ્યું કે રાજુભાઈ ટીડાભાઈ સોલંકી – રહે. બજરંગ બાલક સોસાયટી, ચિત્રા અને મેહુલ મકવાણા – રહે નીલકંઠ નગર, ભરતનગર પાછળ આ બંનેએ દોઢ કરોડ રૂપિયાની લોનની લાલચ આપી ૪૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

બાદમાં કહ્યું કે લોન કરનાર સાહેબની બદલી થઇ ગઈ હોવાથી હવે લોન નહીં થાય. આ યુવકે પોતાના નાનાં પરત માંગતા આરોપીઓએ ૩૦ લાખ પપરત આપી દેશે એવું લખાણ કરીને આપ્યું હતું. પરંતુ આ યુવકે જેમની પાસેથી નાણાં લીધા હતા તે લોકોએ ઉઘરાણી કરતા યુવકે આત્મહત્યા કરી લીધી છે. આપઘાત કરનાર પ્રવીણ સાગઠીયાએ વીડિયોમાં એક મહિલાના નામનો ઉલ્લેખ કરતા કહ્યું કે દિપકચોક વાલ્મિકીવાસમાં રહેતી ભારતીબેન લક્ષ્મણ પરમાર નામની મહિલાએ છેતરપિંડી કરીને ૫ લાખ રૂપિયા લીધા હતા અને પરત કરી રહી નથી.

આ સમગ્ર મામલે મૃતકના પત્ની હંસાબેન પ્રવીણભાઈ સાગઠીયાએ બી. ડિવિઝન પોલીસ મથકમાં કુલ ૪ ઈસમો વિરોધ ગુનો દાખલ કરાવ્યો છે. હ્લૈંઇમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે જેમની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા તે વ્યાજખોર ગૌતમ મેર પાસેથી ૪ લાખ રૂપિયા ૨૦ ટકાએ લીધા હતા તેમજ દીપકભાઈ પાસેથી ૫ લાખ રૂપિયા ૨૦ ટકા વ્યાજ પર લીધા હતા. વ્યાજખોરો દ્વારા પણ વ્યાજની ઉઘરાણી કરીને હેરાનગતિ કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલે બી.ડિવિઝન પોલીસે સ્યુસાઈડ નોટ અને વિડીયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.