Western Times News

Gujarati News

શાળાઓમાં ઈ-કેવાયસીની જેમ હવે અપાર આઈડીમાં ધાંધિયાથી હાલાકી

ડાયસ અને આધાર કાર્ડમાં સામાન્ય તફાવતના લીધે આઈડી ક્રિએટ થતું નથી

રાજ્યની શાળાઓમાં ઈ-કેવાયસી બાદ હવે અપાર આઈડીના પગલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

અમદાવાદ,
રાજ્યની શાળાઓમાં ઈ-કેવાયસી બાદ હવે અપાર આઈડીના પગલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર સરકારની સુચના અનુસાર તમામ બાળકોનું ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (અપાર) ૈંડ્ઢ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીના ડાયસ ડેટાને આધારકાર્ડ સાથે લિંક કરવાનું હોય છે. પરંતુ આ પ્રક્રિયામાં છેલ્લા કેટલાક દિવસથી શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. રાજ્યના અનેક વિદ્યાર્થીઓના ડાયસ અને આધાર કાર્ડમાં નામમાં સામાન્ય તફાવત હોવાના કારણે અપાર આઈડી બનતું નથી. બીજી બાજુ અધિકારીઓ દ્વારા રોજેરોજ અપાર આઈડીની કામગીરીને લઈને શિક્ષકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત વન નેશન, વન સ્ટુડન્ટ આઈડીની થીમ આધારિત વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓને ટ્રેક કરવા માટે છઁઁછઇ આઈડી બનાવવાનું નક્કી કરાયું છે. શિક્ષણ વિભાગ દ્વારા છઁઁછઇ આઈડીમાં વિદ્યાર્થીઓના પરિણામો, શૈક્ષણિક રેકોર્ડ તથા સિદ્ધીઓ ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરાશે એવો હેતુ દર્શાવાયો છે. પરંતુ અપાર આઈડી ક્રિએટ કરવાની પ્રક્રિયામાં છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતનું સમગ્ર શિક્ષણકાર્ય જ ખોરવાઈ ચુક્યો હોવાની વિગતો સામે આવી રહી છે. અપાર આઈડી માટે વાલીઓ પાસેથી સંમતિ મેળવાઈ રહી છે અને તેની સાથે વિદ્યાર્થીઓના આધારકાર્ડ પણ સ્કૂલમાં મંગાવવામાં આવ્યા છે. અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીઓના આધાર કાર્ડને ડાયસના નામ સાથે લિંક કરવામાં આવે છે અને તેના આધારે અપાર આઈડી બને છે. જોકે, રાજ્યના અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેઓના આધારકાર્ડમાં નામ અને યુડાયસના નામ એક સમાન નથી.

ઉપરાંત જે વિદ્યાર્થીઓના નામ એક સમાન છે તો ક્યાંક નાની-મોટી સ્પેલિંગ ભૂલ આવે છે. આવા સંજોગોમા અપાર આઈડી ક્રિએટ થતુ નથી. હાલમાં અપાર આઈડી બનાવવામાં જે મુશ્કેલી આવી રહી છે તેમાં આધારકાર્ડમાં વિદ્યાર્થીનું પૂરું નામ ન હોવાના કારણે મિસમેચ આવે છે. સ્કૂલના ય્ઇમાં વિદ્યાર્થીઓના જે નામ છે તે પ્રમાણે આધારકાર્ડમાં નામ ન હોવાના કારણે અપાર આઈડી ક્રિએટ થતાં નથી. આધારકાર્ડમાં જન્મ તારીખની જગ્યાએ જન્મનું વર્ષ લખેલું હોય છે. આધાર કાર્ડમાં અટક અને નામ વચ્ચે ડબલ સ્પેસ હોવાથી ભૂલ દેખાતી નથી.

આમ, આવી અનેક સમસ્યાઓનો ભોગ અત્યારે વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો બની રહ્યાં છે. કારણ કે, ઉચ્ચ અધિકારીઓ રોજેરોજ જિલ્લાઓમાંથી આંકડાકીય વિગતો મેળવી રહ્યા છે અને આધારકાર્ડ અને યુડાયસના નામમાં વિસંગતતાના લીધે અપાર આઈડી ક્રિએટ થતાં ન હોવાથી કામગીરી ઓછી જણાય છે અને તેના લીધે અધિકારીઓનો ઉધડો લેવાય છે. આગામી દિવસોમાં અપાર આઈડીને લઈને વાલીઓને પણ હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. અપાર આઈડીમાં નામ મિચમેસ થવાના કિસ્સામાં વાલીઓ પાસે આધાર કાર્ડમાં સુધારા કરાવવા દબાણ કરવામાં આવે તેવી શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.