Western Times News

Gujarati News

HIV-AIDS ક્રોનિક મેનેજેબલ ડિસિઝ: નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ

સરકારી હોસ્પિટલોમાં ૪૮ ART (Antiretroviral therapy) સેન્ટર અને  ૫૯ લીંક ART સેન્ટર ખાતે HIV પોઝિટિવ લોકોને વિનામૂલ્યે દવાઓ અને સારવાર ઉપલબ્ધ

  •  વિશ્વમાં અંદાજિત ૩.૯૯ કરોડભારતમાં ૨૫.૪૪ લાખ તથા ગુજરાતમાં ૧.૨૦ લાખ લોકો એચ.આઇ.વીસંક્રમિત
  •  ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ૨૬૧ આઇ.સી.ટી.સીસેન્ટર૨૪૦૦ સ્ક્રિનીંગ સેન્ટર તથા ૩ મોબાઇલ વાનમાં HIV તપાસની વિનામૂલ્યે સુવિધાઓ ઉપલબ્ધ
  • HIVનો પ્રથમ કેસ વર્ષ ૧૯૮૬માં ભારતના ચેન્નાઇ ખાતે તેમજ ગુજરાતમાં સુરત ખાતે નોંધાયો હતો

વિશ્વના તમામ લોકોમાં HIV-AIDS વિશે જાગૃતિ આવે તે હેતુસર “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન”- WHO and UNAIDS દ્વારા દર વર્ષે ૧ લી ડિસેમ્બરના રોજ “વિશ્વ એઇડ્સ દિવસ” મનાવવામાં આવે છે. આ વર્ષે NACO દ્વારા “Take the rights path” થીમ પર “વિશ્વ એઇડ્સ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે ૨૬૧ આઇ.સી.ટી.સી. સેન્ટરો અને ૨૪૦૦ સ્ક્રિનીંગ સેન્ટરો તથા ૩ મોબાઇલ વાનમાં HIV તપાસની મફત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે ૬૦ સેન્ટરોમાં જાતીય રોગની તપાસ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ૪૮ એ.આર.ટી. સેન્ટરો અને ૫૯ લીંક એ.આર.ટી. સેન્ટરો ખાતે HIV પોઝિટિવ લોકોને મફત દવા આપવામાં આવે છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અંતગર્ત દરેક સરકારી હોસ્પિટલોમાં HIVની તપાસ અને સારવારની મફત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે અને આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિની તપાસ અને સારવારની માહિતી તદ્દન ગોપનીય રાખવામાં આવે છે.

વિશ્વમાં HIVનો પ્રથમ કેસ વર્ષ ૧૯૮૧માં અમેરિકાના કેલિફોર્નિયામાં દેખાયો હતો. HIVનો પ્રથમ કેસ વર્ષ ૧૯૮૬માં ભારતના ચેન્નાઇ તેમજ ગુજરાતના સુરત ખાતે નોંધાયો હતો. વર્ષ ૧૯૮૭માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા HIV-AIDS પર વૈશ્વિક સ્તરનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. વિશ્વમાં અંદાજિત ૩.૯૯ કરોડભારતમાં અંદાજિત ૨૫.૪૪ લાખ તથા ગુજરાતમાં અંદાજિત ૧.૨૦ લાખ લોકો HIVના સંક્રમણ સાથે જીવન જીવી રહ્યા છે.

આજના આધુનિક યુગમાં HIV ક્રોનિક મેનેજેબલ ડિસિઝ એટલે કે નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ છે. દરેક HIV પોઝિટિવ વ્યક્તિ નિયમિત દવા લઇને અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને કુદરતી આયુષ્ય મુજબનું જીવન જીવી શકે છે. ૧૫ થી ૪૯ વર્ષના વ્યક્તિઓમાં ભારતનો HIV એડલ્ટ પ્રિવેલન્સ રેટ ૦.૨૦ ટકા તથા ગુજરાતનો ૦.૧૯ ટકા છે.

ધી એચ.આઇ.વી.-એઇડ્સ (પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ) એક્ટ ૨૦૧૭”નું અમલીકરણ કરી દેવામાં આવ્યું છે અને રાજ્યના આરોગ્ય ખાતાના છ રીજનલ ડેપ્યુટી ડાયરેક્ટરશ્રીઓની ઓમ્બુડસમેન્ટ તરીકે નિમણુંક પણ કરવામાં આવી છે. આ અધિકારીશ્રીઓ દ્વારા HIV પોઝિટિવ લોકો અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે થયેલા કલંક અને ભેદભાવોની ફરીયાદોનું સુખદ નિવારણ કરવામાં આવે છે.

HIV-AIDSનું સંક્રમણ થવાના મુખ્ય કારણો

HIV-AIDSનું સંક્રમણ થવાના મુખ્ય ચાર કારણો છેજેમાં અસુરક્ષિત યૌન સંબંધ (નિરોધ વિના જાતીય સંબંધ),

તપાસ કરવામાં આવ્યું ન હોય તેવું અસુરક્ષિત રક્ત ચડાવવાથીઅસુરક્ષિત સોય-સીરીંજનો ઉપયોગ કરવાથી તથા HIV સંક્રમિત સગર્ભા માતા દ્વારા તેના આવનાર બાળક.

HIV-AIDS એક જ કાર્યસ્થળો પર સાથે કાર્ય કરવાથીએક જ સ્વિમીંગ પુલનો ઉપયોગ કરવાથીસાથે બેસીને ભોજન લેવાથીએકબીજાના કપડા પહેરવાથીમચ્છર કરડવાથીએક જ ઘરમાં સાથે રહેવાથીભેટવાથીહાથ મિલાવવાથી કે સ્પર્શ કરવાથી ફેલાતો નથી

HIV-AIDSનું સંક્રમણ અટકાવવા માટેના પગલા

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા HIV-AIDSની અટકાયતસારવાર અને સહયોગની વિવિધ કામગીરી કરવામાં આવે છે.

ગુજરાતમાં ૧૦૫ એન.જી.ઓ. અને ૨ ઓ.એસ.ટી. કેન્દ્રો-ઓપીયાડ સબસ્ટીટ્યુટ સેન્ટર દ્વારા HIVની અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત HIVના સંક્રમણ લાગવાના હાઇ રિસ્ક ધરાવતા લોકો જેવા કે સમલૈંગિકદેહ વિક્રય કરતી બહેનોસ્થળાંતરીત મજૂરોટ્રક ડ્રાઇવરો તથા સોય-સીરીંજ દ્વારા ડ્રગ્સનું સેવન કરતા લોકોની જાગૃતિતપાસ અને સારવાર કરાવવામાં આવે છે.

વિશ્વ એઇડ્સ દિવસ” પર લોક જાગૃતિ માટે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન-NACO તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટી-GSACS હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના દરેક જિલ્લાઓમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રેલીનાટકોતાલીમોચિત્ર-પોસ્ટર-રંગોલી-ક્વિઝ-નિબંધ લેખન જેવી સ્પર્ધાઓ દ્વારા શાળાઓકોલેજો અને જાહેર લોકો માટે એઇડ્સ વિશે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત સમાચાર પત્રોમાં જાહેરાતજાહેર સ્થળો પર હોર્ડિંગ્સબસરીક્ષાટ્રેનએલ.ઇ.ડી. સ્ક્રીનબસ સ્ટેશનરેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવા સ્થળોએ જાહેરાતો દ્વારા લોક જાગૃતિના કાર્યો કરવામાં આવે છે.

HIV-AIDSને નાબુદ કરવો એ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે તે સુત્રને અપનાવીને દરેક સરકારી-અર્ધ સરકારી વિભાગોખાનગી કંપનીઓએન.જી.ઓ.સરકારી અને ખાનગી હોસ્પિટલોશાળાઓ અને કોલેજો દ્વારા સ્થાનિક કક્ષાએ કાર્યક્રમો રાખીને સમગ્ર ડિસેમ્બર મહિના દરમિયાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા ‘HIV સાથે જીવતા લોકોના માનવ અધિકારોના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવીએ’ તથા ‘HIV અને AIDS ને નિયંત્રણમાં રાખવો એ દરેક વ્યક્તિની સહિયારી જવાબદારી છે’ જેવા વિવિધ સૂત્રો દ્વારા લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છેતેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણની યાદીમાં જણાવ્યું છે.

જીગર બારોટ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.