Western Times News

Gujarati News

40 કરોડ શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં આવશે તેવો અંદાજઃ 1225 ટ્રેનો દોડાવાશે

File Photo

રેલવે કુંભ મેળા માટે ૧,૨૨૫ વિશેષ ટ્રેનો ચલાવશે, જેમાંથી ૮૨૫ નાના રૂટ માટે છે, ૪૦૦ લાંબા અંતરની રિઝર્વ ટ્રેનો છે

પ્રયાગરાજ, ભારતીય રેલવેએ આવતા વર્ષે કુંભ મેળાની તૈયારી માટે સંપૂર્ણ યોજના તૈયાર કરી લીધી છે. રેલવેના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવતા વર્ષે થનારા મહા કુંભ મેળામાં અંદાજિત ૪૦ કરોડ શ્રદ્ધાળુઓ આવશે. આ કાર્યક્રમ ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ માટે ૧૪૦ નિયમિત ટ્રેનો સિવાય રેલવે સ્નાનના છ મુખ્ય ધાર્મિક દિવસો દરમિયાન ૧,૨૨૫ વિશેષ ટ્રેનો દોડાવશે.

રેલવેના જણાવ્યા અનુસાર અયોધ્યા અને કાશીની મુલાકાત લેવા ઈચ્છતા તીર્થયાત્રીઓની સુવિધા માટે રેલવેએ પ્રયાગરાજ, પ્રયાગ, અયોધ્યા, વારાણસી, રામબાગ વગેરે જેવા મોટા સ્ટેશનો પર સ્ટોપેજ સાથે ફાસ્ટ રીંગ મેમુ સેવા ચલાવવાની યોજના બનાવી છે. ચિત્રકૂટની મુલાકાત લેવા ઈચ્છતા યાત્રાળુઓ માટે બીજી રીંગ રેલ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઝાંસી, બાંદા, ચિત્રકૂટ, માણિકપુર, પ્રયાગરાજ, ફતેહપુર, ગોવિંદપુરી અને ઉરઈને આવરી લેશે.

નાના અને લાંબા રૂટ પર કેટલી ટ્રેનો? આ ૧,૨૨૫ વિશેષ ટ્રેનોમાંથી ૮૨૫ નાના રૂટ માટે છે, જ્યારે ૪૦૦ લાંબા અંતરની રિઝર્વ ટ્રેનો છે. રેલ્વે અનુસાર, આ અર્ધ કુંભ ૨૦૧૯ દરમિયાન દોડતી ટ્રેનોની સંખ્યા કરતાં લગભગ ૧૭૭ ટકા વધુ છે, જ્યારે ૫૩૩ ટૂંકા અંતર અને ૧૬૧ લાંબા અંતરની રિઝર્વ ટ્રેનો દોડાવવામાં આવી હતી. રેલ્વેએ યાત્રાળુઓની મદદ માટે ટોલ ફ્રી નંબર – ૧૮૦૦-૪૧૯૯-૧૩૯ – શરૂ કર્યો છે. કુંભ ૨૦૨૫ મોબાઇલ એપ પણ વિકસાવવામાં આવી રહી છે. તેને ૨૪×૭ કોલ સેન્ટર દ્વારા સપોર્ટ કરવામાં આવશે.

રેલવે ૯૦૦ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી છે ઃ પ્રવક્તાએ જણાવ્યું હતું કે રેલવે રૂપિયા ૯૩૩.૬૨ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ અમલમાં મૂકી રહી છે. જેમાં મુસાફરોની સુવિધાઓ વધારવા માટે રૂપિયા ૪૯૪.૯૦ કરોડ અને રોડ ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ માટે રૂપિયા ૪૩૮.૭૨ કરોડનો સમાવેશ થાય છે.

નવી સ્ટેશન બિÂલ્ડંગ અને સીસીટીવી સિસ્ટમ સહિત ૭૯ મુસાફરોની સુવિધાઓ પર કામ ચાલી રહ્યું છે. ૪,૦૦૦ મુસાફરોને સમાવી શકે તેવી વધારાની પેસેન્જર રિંગ પ્રયાગરાજ જંકશન પર ઉભી કરવામાં આવશે. સ્ટેશન પર આવા ચાર એન્ક્‌લોઝર પહેલેથી જ ઉપલબ્ધ છે.

૫૪૨ ટિકિટિંગ પોઈન્ટ ઉપલબ્ધ છે ઃ તમામ સ્ટેશનો તેમજ મેળાના વિસ્તારમાં કુલ ૫૪૨ ટિકિટિંગ પોઈન્ટ આપવામાં આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે આ કાઉન્ટર દરરોજ ૯.૭૬ લાખ ટિકિટનું વિતરણ કરી શકે છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ ૬૫૧ વધારાના સીસીટીવી કેમેરા લગાવી રહ્યું છે. આમાંના લગભગ ૧૦૦ કેમેરામાં છૈં-આધારિત ફેસ રેકગ્નિશન સિસ્ટમ હશે. જેથી બદમાશો અને અસામાજિક તત્વોને ઓળખી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.