ભારતીય અર્થવ્યવસ્થા માટે નવેસરથી વિચારણા કરવી જરૂરીઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, દેશનો જીડીપી વૃદ્ધિ દર છેલ્લા બે વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે, તેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે, ‘ભારતીય અર્થવ્યવસ્થા માટે નવેસરથી વિચારવું જરૂરી છે.
મુઠ્ઠીભર અબજોપતિ તેનો લાભ ઉઠાવતા રહેશે, ત્યાં સુધી દેશની અર્થવ્યવસ્થા આગળ વધી શકશે નહીં.’આ સાથે રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, ‘ભારતીય અર્થવ્યવસથા માટે નવેસરથી વિચારવું જરુરી છે અને બિઝનેસમેનો માટે નવી ડીલ તેનો મહત્વનો હિસ્સો હોવી જોઈએ.’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘‘જ્યારે તમામ લોકોને આગળ વધવાની સમાન તક મળશે, તો આપણી અર્થવ્યવસ્થા આગળ વધશે.’’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘‘ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને ૫.૪ ટકા પર આવી ગયો છે, જે બે વર્ષમાં સૌથી ઓછો છે.
જ્યાં સુધી મુઠ્ઠીભર અબજોપતિ તેનો લાભ ઉઠાવતા રહેશે અને ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગ અને ગરીબો વિવિધ આર્થિક સમસ્યાનો સામનો કરતા રહેશે, ત્યાં સુધી ભારતીય અર્થવ્યવસ્થા આગળ વધી શકશે નહીં.’’ રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ‘‘નોટબંધી અને જીએસટીને લીધે અર્થવ્યવસ્થામાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો ઘટીને ફક્ત ૧૩ ટકા રહી ગયો છે, જે ૫૦ વર્ષમાં સૌથી ઓછો છે.
આવી પરિસ્થિતિમાં રોજગારીની તકો કયાં પેદા થશે? એટલા માટે ભારતીય અર્થવ્યવસ્થા માટે નવેસરથી વિચારવું જરુરી છે.’’કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે વાયનાડના મનંતવડીમાં એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
આ સાથે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘‘આજે લડાઈએ એ તાકાતોની સામે છે, જે લોકોના અધિકારોને કમજોર કરી રહી છે અને તેને કેટલાક ‘વેપારી મિત્રો’ને સોંપી(તાકાત) રહી છે. આપણે એ તાકાતોની સામે લડી રહ્યા છીએ જે આપણા દેશના પાયા પર ઊભેલી સંસ્થાઓને નષ્ટ કરવાની શક્ય તમામ કોશિશ કરી રહી છે. આજે આપણે આપણા દેશની આત્મા માટે લડી રહ્યા છીએ.’’SS1MS