૨જી પેરાલોન નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતના ૫ દિવ્યાંગ રમતવીરોએ મેડલ મેળવ્યા
(પ્રતિનિધિ)નડિયાદ, પીજ ભાગોળ ખાતે આવેલ “મૈત્રી” સંસ્થા કે.જે.દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા ૨૨ વર્ષથી સેવારત છે. સંસ્થાના બાળકો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિરોધ સિદ્ધિ હાંસલ કરી ઝળહળ્યા છે.
૨જી પેરા લોન બોલ નેશનલ ચેમ્પિયનશીપ ૨૧થી ૨૩ જૂન, ૨૦૧૯ દરમ્યાન કરનાલ, હરિયાણા ખાતે યોજાયેલ. જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી ૧૦૦ કરતાં વધારે દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્ય તરફથી મૈત્રી સંસ્થાના ૩ સેરેબ્રલ પાલ્સી, ૧ માનસિક દિવ્યાંગ અને ૧ અંધ દિવ્યાંગ રમતવીરો અને ૨ કોચે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ.
આ નેશનલ સ્પર્ધામાં સંસ્તાના ૫ દિવ્યાંગ રમતવીરો પોતાનું આગવું કૌશલ્ય દેખાડી રાષ્ટ્રીય કક્ષાએ નવો ઈતિહાસ રચ્યો હતો. જેમાં, શુભમ પાટીલ (ગોલ્ડ), શ્રીમંય બાલ (ગોલ્ડ), પ્રિતેશ પટેલ (સિલ્વર), જાય રાઠોડ (બ્રોન્ઝ) અને અભિષેક વ્યાસ (બ્રોન્ઝ) મેડલ તથા સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ. આ નેશનલ સ્પર્ધામાં વિજેતા દિવ્યાંગ રમતવીરોમાંથી પસંદગી પામેલ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ મલેશિયા ખાતે ભાગ લેશે.
આ વિજેતા રમતવીરોને સંસ્થાના ચેરમેન મારુલબેન દેસાઈ, પિનાકીનભાઈ અમીન તથા મનીષભાઈ દેસાઈ અને એક્ઝિક્યુટીવ મેમ્બરે શુભેચ્છાઓ પાઠવી હતી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લઇ ખેડા જીલ્લા અને ગુજરાતનું ગૌરવ વધારે તેવા શુભાશિષ પાઠવ્યા હતા.*