પરિવાર શાક લેવા ગયોને ચોર ઘરમાંથી ૫.૨૦ લાખ ચોરી ગયા
અમદાવાદ, શહેરના વટવા વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળિયામાં રહેતો પરિવાર શાકમાર્કેટ ખરીદી કરવા ગયો હતો, તે સમયે તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૫.૨૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ મામલે વટવા પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. વટવા વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળિયામાં રહેતા ૫૧ વર્ષીય સિકંદરભાઈ મલેક રિક્ષા ડ્રાઈવિંગ કરે છે. ગત ૩૦ તારીખે સવારે તેઓ તેમની પત્ની સાથે ઘરે તાળું દીકરીના ઘરે ગયા હતા.
જ્યાંથી તેઓ એલિસબ્રિજ શાકમાર્કેટ પાસે શાક લઈ રહ્યા હતા. તે સમયે તેમના દીકરા નિલોફરનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હું ઘરે આવ્યો ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે.
જેથી સિકંદરભાઈ તાત્કાલિક ઘરે પહોંચી તપાસ કરી ત્યારે અજાણ્યો શખ્સ ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કરીને તિજોરીમાં મૂકેલા રોકડ તથા સોનાના દાગીના સહિત કુલ રૂ. ૫.૨૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે સિકંદરભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS