કોરોના રેમેડીઝના નવા પ્લાન્ટથી કોમર્શિયલ પ્રોડક્શન 2026માં શરૂ થવાની ધારણા
કોરોના રેમેડીઝે નવા હોર્મોનલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાથે વિમેન હેલ્થ પર ધ્યાન મજબૂત કર્યું
નવી ફેસિલિટી 20 કરોડ યુનિટ્સની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવશે
અમદાવાદ, 28 નવેમ્બર – ભારતની સૌથી ઝડપતી વિકસતી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પૈકીની એક કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના ભાયલામાં અત્યાધુનિક હોર્મોનલ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લઈને આવી રહી છે. આ ફેસિલિટીનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. કોમર્શિયલ પ્રોડક્શન નાણાંકીય વર્ષ 2026માં શરૂ થવાની શક્યતા છે જે વિમેન હેલ્થકેર પ્રત્યે કોરોનાની પ્રતિબદ્ધતામાં એક મહત્વનું પગલું છે. CORONA Remedies Strengthens Focus on Women Health with New Hormonal Products Manufacturing Plant.
આ નવી ફેસિલિટી ડિસ્મેનોરિયા, પોલિસાઇટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ), ઇનફર્ટિલિટી, પીએમએસ અને હોર્મોનલ ડિસઓર્ડર સહિતની જરૂરી ફિમેલ હોર્મોન પ્રોડક્ટ્સની રેન્જનું ઉત્પાદન કરવા પર ધ્યાન આપશે. 20 કરોડ યુનિટ્સની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે આ પ્લાન્ટ વધી રહેલી સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
કોરોના રેમેડીઝ વિમેન્સ હેલ્થ સેગમેન્ટમાં પહેલેથી જ મજબૂત સ્થિતિ ધરાવે છે અને ફિમેલ હોર્મોન કેટેગરીમાં તેનો બજાર હિસ્સો 4 ટકા જેટલો છે. કંપની પ્રોજેસ્ટેરોન, ડાયડ્રોજેસ્ટેરોન અને નોરથિસ્ટેરોન જેવી મુખ્ય પ્રોડક્ટ્સમાં લીડરશિપ સાથે ભારતીય બજારમાં ટોચની 10 કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
કંપનીનું હાલનું મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર WHO-GMP અને EU-GMP સર્ટિફાઇડ છે અને તે કાર્ડિયોવાસ્ક્યુલર કેર, ન્યૂરોપથી, પેઇન મેનેજમેન્ટ અને યુરોલોજી સહિતના ક્ષેત્રોમાં તેના વ્યાપક પોર્ટફોલિયોને સપોર્ટ કરે છે. 80થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરતા 100થી વધુ વૈજ્ઞાનિકોનો સ્ટાફ ધરાવતા બે ડીએસઆઈઆર-અપ્રૂવ્ડ આરએન્ડડી સેન્ટર્સ કોરોનાના ઇનોવેશનને આગળ ધપાવે છે. આ નવી હોર્મોન ફેસિલિટી એડવાન્સ્ડ ઓટોમેશન અને એઆઈ ટેક્નોલોજીસને સંકલિત કરશે અને ગુણવત્તા, સુરક્ષા અને કાર્યક્ષમતા પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને પુનઃમજબૂત બનાવશે.
કોરોના રેમેડીઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી નીરવ મહેતાએ નવા પ્લાન્ટના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે પીસીઓએસ ઇન્ફર્ટિલિટી, પીએમએસ અને હોર્મોનલ ડિસઓર્ડર્સ જેવી સ્થિતિઓ ઊભી થવાથી અને વધતી જાગૃતતાના પગલે ભારતમાં મહિલાઓનું હેલ્થકેર સેક્ટર ઝડપથી વિકસી રહ્યું છે. મહિલાઓ વસ્તીના લગભગ 50 ટકા હિસ્સો હોવા છતાં દેશમાં સ્પેશિયલાઇઝ્ડ હોર્મોનલ પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ખૂબ જ ઓછા છે. અમારી નવી ફેસિલિટીનો ઉદ્દેશ આ અંતરને ઘટાડવાનો છે અને લાખો મહિલાઓને ઉચ્ચ ગુણવત્તાવાળી, સતત હોર્મોનલ પ્રોડક્ટ્સ સુનિશ્ચિત કરવાનો છે. અત્યાધુનિક ટેક્નોલોજી અને વૈશ્વિક ધોરણોના અનુપાલન સાથે અમે સ્થાનિક તથા વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તૈયાર છીએ.
આ સુવિધા શક્તિશાળી હોર્મોનલ એપીઆઈ માટે એડવાન્સ્ડ આઇસોલેટર સિસ્ટમ્સથી સજ્જ છે જે ઝીરો કન્ટેમિનેશન અને મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ઉચ્ચ નિયમનકારી ધોરણોનું પાલન કરવા માટે તૈયાર થયેલી આ ફેસિલિટી નવીનતમ અને કિફાયતી હેલ્થકેર સોલ્યુશન્સ પૂરા પાડવાની કોરોના રેમેડીઝની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં લીડર તરીકે તેની સ્થિતિ પુનઃમજબૂત કરે છે.