Western Times News

Gujarati News

એસ્ટર અને બ્લેકસ્ટોન સમર્થિત ક્વોલિટી કેર મર્જ થઈને 10,150થી વધુ બેટ્સ સાથે ભારતમાં ટોચની 3 હોસ્પિટલ ચેઇન્સ પૈકીની એક બનાવશે

  • એસ્ટર ડીએમ હેલ્થકેર અને ક્વોલિટી કેર ઈન્ડિયા લિમિટેડે મર્જર માટે નિર્ણાયક કરારો કર્યા છે જે નિયમનકારી, કોર્પોરેટ તથા શેરધારકોની મંજૂરીને આધીન રહેશે
  • આ કરારના પગલે મર્જ થનારી અને લિસ્ટ થનારી કંપની એસ્ટર ડીએમ ક્વોલિટી કેર લિમિટેડ તરીકે ઓળખાશે (મર્જ થયેલી કંપની), જે આવક તથા બેડની ક્ષમતાના સંદર્ભે ભારતની ટોચની 3 હોસ્પિટલ ચેઇન્સ પૈકીની એક બનાવશે
  • આ મર્જર સ્કેલ, ડાયવર્સિફિકેશન, વધુ સારા ફાઇનાન્શિયલ મેટ્રિક્સ, સિનર્જી, વૃદ્ધિની વધારે સંભાવના તથા મજબૂત પીઈ રોકાણકારોના સમર્થન સહિતની નોંધપાત્ર મજબૂતાઈમાં પરિણમે તેવી સંભાવના છે
  • આ સોદાથી એસ્ટરનું મૂલ્ય INDAS EV/ EBITDA પછી નાણાંકીય વર્ષ 2024નું 36.6 ગણું એડજસ્ટેડ છે જે ક્યુસીઆઈએલ માટે નિર્ધારિત ગુણાંક કરતાં 45 ટકા વધુ છે એટલે કે INDAS EV/ EBITDA પછી નાણાંકીય વર્ષ 2024ના 25.2 ગણું એડજસ્ટેડ
  • સંમત થયા મુજબના સ્વેપ રેશિયોના આધારે મર્જ થયેલા એકમમાં એસ્ટરના શેરધારકોનો હિસ્સો 57.3 ટકા અને ક્યુસીઆઈએલના શેરધારકોનો હિસ્સો 42.7 ટકા રહેશે
  • મર્જ થયેલા એકમ પર એસ્ટરના પ્રમોટર્સ તથા બ્લેકસ્ટોનનું સંયુક્તપણે નિયંત્રણ રહેશે જેઓ અનુક્રમે 24.0 ટકા અને 30.7 ટકા માલિકી ધરાવશે
  • ડો. આઝાદ મૂપેન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે તેમની ભૂમિકા ચાલુ રાખશે અને મર્જ થયેલી કંપનીની દેખરેખ રાખશે. ક્વોલિટી કેરના ગ્રુપ એમડી શ્રી વરૂણ ખન્ના મર્જ થયેલી કંપનીના એમડી અને ગ્રુપ સીઈઓ રહેશે
  • ઉપરોક્ત ગતિવિધિઓ જરૂરી મંજૂરીઓને આધીન છે

નવેમ્બર 292024બેંગાલુરુ (ભારત) – ભારતની સૌથી મોટી અને ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ઇન્ટિગ્રેટેડ હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક એસ્ટર ડેમ હેલ્થકેર લિમિટેડ (“Aster”) અને બ્લેકસ્ટોન દ્વારા સમર્થિત ક્વોલિટી કેર ઈન્ડિયા લિમિટેડ (“QCIL” અથવા “Quality Care”) અને ઊભરતા શહેરો પર ધ્યાન સાથે ભારતમાં ખાનગી સ્તરની સૌથી મોટી હોસ્પિટલ ચેઇન પૈકીની એક ટીપીજીએ મર્જર માટે નિર્ણાયક કરાર પર આજે હસ્તાક્ષર કર્યા હતા. આ મર્જરને સંબંધિત કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તે નિયમનકારીકોર્પોરેટ તથા શેરધારકોની મંજૂરીને આધીન છે. મર્જ થયેલી લિસ્ટેડ કંપની એસ્ટર ડીએમ ક્વોલિટી કેર લિમિટેડ તરીકે ઓળખાશે. Aster and Blackstone-backed Quality Care to Merge and Create One of the Top 3 Hospital Chains in India with 10,150+ beds

એસ્ટર ડીએમ ક્વોલિટી કેર લિમિટેડ ચાર અગ્રણી બ્રાન્ડ્સનો સંયુક્ત પોર્ટફોલિયો ધરાવશેઃ એસ્ટર ડીએમકેર હોસ્પિટલ્સ, KIMSHEALTH અને એવરકેર. આ સંયુક્ત એકમ 27 શહેરોમાં ફેલાયેલી 38 હોસ્પિટલ્સના નેટવર્ક અને 10,150થી વધુ બેડ્સ ધરાવશે જે તેને ભારતમાં ટોચની 3 હોસ્પિટલ ચેઇન પૈકીની એક બનાવે છે.

મર્જર માટેના કારણોઃ

  1. સ્કેલઃ દક્ષિણ અને મધ્ય ભારતમાં મજબૂત હાજરી સાથે આવક તથા બેડની સંખ્યા (38 હોસ્પિટલ્સ અને 10,150થી વધુ બેડ્સ)ની બાબતે ભારતમાં ટોચની 3 હોસ્પિટલ ચેઇન્સ પૈકીની એક હોસ્પિટલ ચેઇન બનાવવી
  2. વધુ સારા મેટ્રિક્સઃ સોદા પછી વધુ સારા માર્જિન અને વળતર સાથે મજબૂત નાણાંકીય અને ઓપરેશનલ મેટ્રિક્સ
  3. એક્રેટિવઃ મર્જર ઇપીએસ એક્રેટિવ રહેવાની સંભાવના છે
  4. ડાયવર્સિફિકેશનઃ ભારતના નવ રાજ્યોમાં સારી-વૈવિધ્યપૂર્ણ હાજરી અને લેબ,ક્લિનિક્સ તથા ફાર્મસીની વધતી 360 ડિગ્રી ઇકોસિસ્ટમ સાથે હોસ્પિટલ્સનો નીચો ઓવરલેપ
  5. સિનર્જીઃ આ જોડાણથી આવક,પ્રોક્યોરમેન્ટ અને સપ્લાય ચેઇન,મૂડી ખર્ચ તથા કોર્પોરેટ કામગીરીના સંકલનથી સિનર્જીમાં પરિણમે તેવી ધારણા છે. મર્જ થયેલી કંપની નોંધપાત્ર આવકમાં વૃદ્ધિ તથા ભવિષ્યની સફળતા માટે ક્લિનિકલ ડેપ્થનો લાભ લેવા માટેની સ્થિતિમાં છે.
  6. વિકાસની સંભાવનાઃ બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ વિસ્તરણ (નાણાંકીય વર્ષ 2024-27 વચ્ચે 3,500 નવા બેડ્સની ધારણા છે) બંને માટે નોંધપાત્ર તકો
  7. વૈશ્વિક અગ્રણી રોકાણકારો દ્વારા સમર્થિતઃ વિશ્વના સૌથી મોટા અલ્ટરનેટિવ એસેટ મેનેજર્સમાં સ્થાન ધરાવતા બ્લેકસ્ટોન અને ટીપીજી લિસ્ટેડ ક્ષેત્રે અનેક કંપનીઓને સમર્થન આપવા સાથે ભારતીય પબ્લિક માર્કેટ્સમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે.

એસ્ટર ડીએમ હેલ્થકેરના ફાઉન્ડર અને ચેરમેન ડો. આઝાદ મૂપેને જણાવ્યું હતું કે નવી સંયુક્ત કંપની એસ્ટર ડીએમ ક્વોલિટી કેર લિમિટેડ ઉદ્યોગમાં સૌથી મોટી હેલ્થકેર કંપનીઓ પૈકીની એક બનવા માટે સજ્જ છે જે દર્દીઓ-કેન્દ્રિત સંભાળનવીનતા અને સુલભતામાં નવા માપદંડો સ્થાપશે. જીસીસી અને ભારતમાં નેતૃત્વના લબઘ ચાર દાયકા સાથે એસ્ટર બંને પ્રદેશોમાં સૌથી મોટા હેલ્થકેર લીડર્સ પૈકીની એક બની રહી છે. એસ્ટરના ભારત તથા જીસીસી બિઝનેસીસને મેનેજ કરવામાં ચાવીરૂપ રહેલો મૂપેન પરિવાર આ નવી મર્જ થયેલી કંપની પણ સંભાળશે.

આમબે અગ્રણીઓની શક્તિઓને જોડીને અમે ન કેવળ અમારી હાજરી વિસ્તારી રહ્યા છીએ પરંતુ હેલ્થકેરના ક્ષેત્રને નવેસરથી આકાર આપવા માટે સક્ષમ પરિવર્તનકારી તાકાત પણ ઊભી કરી રહ્યા છીએ. એસ્ટર અને ક્વોલિટી કેરના વ્યાપક નેટવર્ક તથા સૌથી પ્રતિષ્ઠિત પ્રાઇવેટ ઇક્વિટી  કંપનીઓ બ્લેકસ્ટોન અને ટીપીજીના સમર્થન સાથે મજબૂત ઓપરેશનલ નિપુણતાનું ઇન્ટિગ્રેશન વિશ્વકક્ષાની હેલ્થકેર સર્વિસીઝ પૂરી પાડવાઇનોવેશનને આગળ વધારવા તથા દર્દીઓ માટે પરિણામો વધારવાની અમારી ક્ષમતામાં વધારો કરશે. આ મર્જર અમારા મેડિકલ પ્રોફેશનલ્સને ઊંચા અને વૈવિધ્યસભર પેશન્ટ ઇનફ્લો માટેની તક પણ પૂરી પાડશે.

બ્લેકસ્ટોન પ્રાઇવેટ ઇક્વિટી માટેના એશિયા હેડ શ્રી અમિત દિક્ષીતે જણાવ્યું હતું કે અમે હેલ્થકેર સેક્ટરમાં ભારતના અગ્રણી પ્લેટફોર્મ્સ પૈકીના એક પ્લેટફોર્મ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. બિઝનેસ બનાવવો એ અમારા ડીએનએમાં છે. અમારા સ્કેલઓપરેશનલ નિપુણતા તથા ગ્લોબલ લાઇફ સાયન્સિસ ઇનસાઇટનો ઉપયોગ કરીને અમે પ્લેટફોર્મને વિકસવાતેની હાજરી વિસ્તારવા તથા તેને વિશ્વકક્ષાની હેલ્થકેર કંપની બનાવવામાં મદદ કરશે. અમે મૂપેન પરિવાર સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છીએ જેઓ અમારા જેવા જ મૂલ્યો અને મજબૂત ગવર્નન્સ સ્ટાન્ડર્ડ્સ ધરાવે છે. અમે માનીએ છીએ કે વરૂણ ખન્ના મજબૂત લીડર છે અને સંયુક્ત એકમને ઊભું કરવામાં મદદ કરી શકે છે.

 એસ્ટર ડીએમ હેલ્થકેરના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી અલિશા મૂપેને જણાવ્યું હતું કે વૈશ્વિક હેલ્થકેરમાં સોનેરી ધોરણો નક્કી કરવા એ એસ્ટરમાં હંમેશા અમારું માર્ગદર્શક સૂત્ર રહ્યું છે. ભારતમાં છેલ્લાં 10 વર્ષોમાં એસ્ટરની ઝડપી વૃદ્ધિ અમારી ગહન ક્લિનિકલ લીડરશીપ અને સમય પહેલા બજારની માંગને પ્રતિસાદ આપવાની અને પૂરી કરવાની અમારી ક્ષમતા દર્શાવે છે. ક્લિનિકલ પરિણામો માટે સીમાચિહ્નો સ્થાપતી વખતે સર્વિસીઝની શ્રેષ્ઠતાના ઉચ્ચ ધોરણોનું મિશ્રણ કરવું એ અમારી ઓળખ રહી છે, જે અમને અમારા સાથીદારોથી અલગ પાડે છે. બ્લેકસ્ટોન અને ટીપીજી દ્વારા સમર્થિત ક્વોલિટી કેર સાથેના આ મર્જર દ્વારા, અમે એક શક્તિશાળી કંપની બનાવી રહ્યા છીએ જે આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા હેલ્થકેરના ધોરણોમાં વધારો કરશે.

 બ્લેકસ્ટોન પ્રાઈવેટ ઈક્વિટીના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગણેશ મણિએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે બ્લેકસ્ટોન માટે લાઈફ સાયન્સ એ મહત્વની રોકાણની થીમ છે. અમે ભારતમાં એક અનોખી હેલ્થકેર પ્રાઈવેટ ઈક્વિટી પ્રેક્ટિસ બનાવી છે જેમાં ક્વોલિટી કેરમાં ટ્રાન્સફોર્મેટિવ બાય એન્ડ બિલ્ડ હોસ્પિટલ ચેઈન પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. એસ્ટર અને ક્વોલિટી કેર વચ્ચેની ભાગીદારીથી દર્દીઓ, ક્લિનિશિયન્સકર્મચારીઓ, સમુદાય અને શેરધારકોને નોંધપાત્ર લાભ થવાની ધારણા છે. અમે સર્વશ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં રોકાણ કરીને દર્દીની સંભાળ અને અનુભવને વધારવા પર ધ્યાન આપીએ છીએ અને એ સુનિશ્ચિત કરીએ છીએ કે અમે ઉચ્ચ ગુણવત્તાની સંભાળ પૂરી પાડીએ છીએ.

 ટીપીજીના સિનિયર એડવાઇઝર શ્રી વિશાલ બાલીએ કહ્યું હતું કે હેલ્થકેર લાંબા સમયથી ભારત અને વિશ્વભરમાં ટીપીજી માટે થિમેટિક ફોકસ રહ્યું છે અને અમે ભારતની ટોચની 3 મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન પૈકીની એક હોસ્પિટલ ચેઇન બનાવવા માટે એસ્ટર સાથે ક્વોલિટી કેરની ભાગીદારી જોતા આનંદ અનુભવીએ છીએ. ટીપીજી ભારતમાં હોસ્પિટલના સેગમેન્ટમાં લાંબા ગાળાની રોકાણકાર છે અને તબીબી પરિણામો તથા દર્દીની સલામતીને સુધારવા માટે સતત ગુણવત્તા સુધારણા અને પ્રમાણિત સંભાળના પાયા સાથે હેલ્થકેરની સંસ્થાઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 ક્વોલિટી કેરના ગ્રૂપ મેનેજિંગ ડિરેક્ટર શ્રી વરૂણ ખન્નાએ જણાવ્યું હતું કેઆ મર્જર અમારી સંલગ્ન સંસ્કૃતિઓ અને મૂલ્ય પ્રણાલીઓ દર્શાવે છે અને ભારતના સેવાઓથી વંચિત પ્રદેશોમાં બેડ્સની અછતને દૂર કરવાની અમારી પ્રતિબદ્ધતાને આગળ વધારશે. એસ્ટર અને ક્વોલિટી કેર ખાતેની ટીમોએ દર્દીઓના જીવન પર હકારાત્મક અસર કરવાનો અને સમુદાયોની વિકસતી જરૂરિયાતોને સંતોષવાનો મજબૂત વારસો સ્થાપિત કર્યો છે. હું આ પ્લેટફોર્મને હેલ્થકેર શ્રેષ્ઠતા અને દર્દીઓના શ્રેષ્ઠ હિતોની સેવા કરવા પર કેન્દ્રિત નવા યુગમાં દોરી જવા માટે આતુર છું.

 એસ્ટરનું મૂલ્ય INDAS EV/ EBITDA પછી નાણાંકીય વર્ષ 2024નું 36.6 ગણું એડજસ્ટેડ છે. તેની સરખામણીમાં ક્યુસીઆઈએલ માટે INDAS EV/ EBITDA પછી નાણાંકીય વર્ષ 2024ના 25.2 ગણું એડજસ્ટેડ છે. વેલ્યુએશન રિપોર્ટમાં ભલામણ કરાયેલ સ્વેપ રેશિયોના આધારે મર્જ થયેલા એકમનું પરિણામી શેરહોલ્ડિંગ એસ્ટરના પ્રમોટર પાસે 24.0 ટકા અને બ્લેકસ્ટોન પાસે 30.7 ટકા  રહેશે જ્યારે બાકીના 45.3 ટકા જાહેર અને અન્ય શેરધારકો પાસે રહેશે.

 આ મર્જર પહેલા એસ્ટર બ્લેકસ્ટોન અને ટીપીજી પાસેથી ક્યુસીઆઈએલમાં 5 ટકા હિસ્સો ખરીદશે અને તેની સામે એસ્ટર 3.6 ટકાના પ્રાઇમરી શેર ઇશ્યૂ કરશે (“પ્રારંભિક શેર હસ્તાંતરણ”). પ્રારંભિક શેર હસ્તાંતરણ પછી ક્યુસીઆઈએલ એકીકરણની યોજના દ્વારા એસ્ટરમાં મર્જ કરવામાં આવશે. આ સોદો પૂરો થવા માટે શેરધારકો, નિયમનકારી મંજૂરીઓને અને અન્ય રૂઢિગત શરતોને આધીન છે. એસ્ટરને ધારણા છે કે મર્જરનો સોદો નાણાંકીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધીમાં પૂરો થઈ જશે. પ્રારંભિક શેર હસ્તાંતરણ માટેનો ગુણોત્તર મર્જર માટે પ્રસ્તાવિત કરાયાના જેટલો જ છે.

 જરૂરી મંજૂરીઓને આધીન (1) એસ્ટરના પ્રમોટર્સ અને બ્લેકસ્ટોન બોર્ડમાં સમાન પ્રતિનિધિત્વ ધરાવશે અને સંયુક્ત રીતે મર્જ થયેલી કંપનીની દેખરેખ રાખશે (2) ડો. આઝાદ મૂપેન મર્જ થયેલી કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રહેશે (3) શ્રી વરુણ ખન્ના અને શ્રી સુનિલ કુમારને મર્જ થયેલ કંપનીના અનુક્રમે એમડી અને ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તથા ગ્રુપ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે પ્રમોટ કરવામાં આવશે.

 આ સોદામાં મોઇલિસ એન્ડ કંપની તથા એડવે કેપિટલે ફાઇનાન્શિયલ એડવાઇઝર્સકોટક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગે કોર્પોરેટ એડવાઇઝર અને સાઇરિલ અમરચંદ મંગલદાસ એસ્ટરના કાનૂની સલાહકાર રહ્યા હતા. ક્યુસીઆઈએલ વતી બ્લેકસ્ટોન અને ટીપીજીને NovaaOne કેપિટલ દ્વારા તેમના નાણાંકીય સલાહકાર તરીકે સલાહ આપવામાં આવી હતી જેમાં ટ્રાઇલીગલ અને જેએસએએ કાનૂની સલાહકાર તરીકે કામગીરી કરી હતી. પીડબ્લ્યુસીએ સ્વતંત્ર રજિસ્ટર્ડ વેલ્યુઅર તરીકે સ્વેપ રેશિયોની કરી હતી અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે સ્વેપ રેશિયો પર વાજબી અભિપ્રાય આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.