મુન્ના ભૈયાને મળી સાઉથના મોટા સુપરસ્ટારની ફિલ્મ
મુંબઈ, એક્ટર દિવ્યેન્દુ શર્માએ પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’માં મુન્ના ભૈયાની ભૂમિકા ભજવી હતી. તેનું આ પાત્ર ખૂબ પ્રખ્યાત થયું હતું.
આજે તે મુન્ના ભૈયાના પાત્ર માટે ખૂબ પ્રખ્યાત છે. હવે તેના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. તે સાઉથની એક મોટી ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે.દિવ્યેન્દુએ ઘણી હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે તે તેલુગુ સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે ફિલ્મ આરસી ૧૬ નો ભાગ બની ગયો છે. આ ફિલ્મમાં રામ ચરણ લીડ રોલમાં જોવા મળશે અને તેની સામે જાન્હવી કપૂર જોવા મળશે.
આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી, તેથી તેને આરસી ૧૬ કહેવામાં આવી રહી છે, એટલે કે આ રામ ચરણની ૧૬મી ફિલ્મ છે આરસી ૧૬ના ડિરેક્ટર બુચી બાબુએ સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરીને ફિલ્મમાં દિવ્યેન્દુની ફિલ્મમાં એન્ટ્રીની જાહેરાત કરી છે.
તેણે દિવ્યેન્દુનો ફર્સ્ટ લુક શેર કર્યાે છે. તેનો લુક ઘણો ડેશિંગ લાગે છે. બુચી બાબુએ કેપ્શનમાં લખ્યું, “અમારા ભૈયા, તમારા ભૈયા, મુન્ના ભૈયા. તમારું સ્વાગત છે દિવ્યેન્દુ ભાઈ.”હવે આ ફિલ્મમાં દિવ્યેન્દુ કેવો રોલ ભજવશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
તેને રામ ચરણ સાથે ઓનસ્ક્રીન જોવો ખૂબ જ રસપ્રદ રહેશે. તાજેતરમાં, એક નાનકડા ભાગનું શૂટિંગ પૂર્ણ થયું અને પછી આગામી શેડ્યૂલનું શૂટિંગ હૈદરાબાદમાં ટૂંક સમયમાં શરૂ થવાનું છે. જગપતિ બાબુ પણ આ ફિલ્મનો એક ભાગ છે. માઈથ્રી મૂવી મેકર્સના બેનર હેઠળની આ ફિલ્મ સુકુમાર દ્વારા લખવામાં આવી છે.હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મમાં દિવ્યેન્દુ કેવો રોલ ભજવે છે.
આ સિવાય તે બીજી ફિલ્મનો પણ ભાગ બન્યો છે. ‘મિર્ઝાપુર’ સિરીઝના મેકર્સ આ જ નામથી એક ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં દિવ્યેન્દુ ફરી એકવાર મુન્ના ભૈયાના રોલમાં જોવા મળશે.SS1MS