Western Times News

Gujarati News

આવતીકાલના ઇનોવેટર્સનું નિર્માણઃ ભારતીય સ્કૂલોમાં કોડિંગ અને AIની જરૂરિયાત

પ્રતિકાત્મક

અમદાવાદ, વર્લ્ડ કમ્પ્યૂટર લિટરસી ડે 21મી સદીમાં ટકવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી વિદ્યાર્થીઓને સજ્જ કરવાના મહત્વ પર ભાર મૂકે છે. કોડિંગ અને એઆઈ આ મૂવમેન્ટના કેન્દ્રમાં છે. સ્કૂલમાં કોડિંગ કેવી રીતે કરવું તે વિદ્યાર્થીઓને શીખવાડીને તેમને ટેકનોલોજીનો ઉપયોગ કરતા જ નહીં પરંતુ તેને કેવી રીતે બનાવવી તેનાથી પણ સશક્ત કરવા જરૂરી છે. આ જ પ્રકારે, એઆઈનું શિક્ષણ વિદ્યાર્થીઓને મશીન ઇન્ટેલિજન્સની શક્તિને સમજવા, તેની સાથે ઇન્ટરેક્ટ કરવા અને તેના ઉપયોગમાં મદદ કરે છે. સાથે મળીને તે એક સાચા અર્થમાં કમ્પ્યૂટર શિક્ષિત સમાજનો પાયો નાંખશે.

કોડિંગ અને એઆઈના શિક્ષણની જરૂરિયાત પર ભાર મુકતા ભારતના સૌથી મોટા સ્કૂલ એડટેક યુનિકોર્ન લીડ ગ્રુપનાં  સીઇઓ અને કો-ફાઉન્ડર સુમિત મેહતા (LEAD Group CEO Sumeet Mehta) જણાવે છે કે ઓટોમેશન અને ડેટા દ્વારા આગળ વધી રહેલા વિશ્વમાં કોડિંગ અને એઆઈનું શિક્ષણ માત્ર ઔપચારિક પૂરતું જ રહ્યું નથી. વિવિધ ઉદ્યોગો એઆઈ આધારિત નિર્ણયો લેવા અને ઓટોમેશનને અપનાવી રહ્યા છે ત્યારે મોટાભાગની ભવિષ્યની નોકરીઓ કમ્પ્યૂટેશનલ થિંકિંગ અને પ્રોગ્રામિંગમાં કુશળતાની માંગ કરશે.

આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હેલ્થકેર ઉદ્યોગ જ્યાં એઆઈ અને કોડિંગ જે પ્રકારે ડાયગ્નોસ્ટિક્સ અને ટ્રીટમેન્ટ અપાઈ રહી છે તેમાં પરિવર્તન લાવી રહ્યા છે. એઆઈ-પાવર્ડ અલ્ગોરિધમ્સ હવે વધુ સારી ચોક્સાઇ અને ઝડપ સાથે બીમારીઓને ચકાસવા માટે મેડિકલ ઇમેજીસનું એનાલિસીસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ અલ્ગોરિધમ્સ કોડિંગ અને પ્રોગ્રામિંગ દ્વારા તૈયાર થાય છે. જો ભારતીય વિદ્યાર્થીઓને વહેલી તકે કમ્પ્યૂટેશનલ થિંકિંગ અને પ્રોગ્રામિંગ કુશળતાઓ શીખવવામાં આવે તો તેઓ ભવિષ્યમાં આવી એઆઈ સિસ્ટમ્સ ડિઝાઇન કરતા ગ્લોબલ ઇનોવેશન લીડર્સ બની શકે છે.

આ ઉપરાંત, કોડિંગ એ કોડની લાઇન્સ લખવા પૂરતું જ મર્યાદિત નથી. તે પ્રોબ્લેમ-સોલ્વિંગ, લોજિકલ થિંકિંગ અને ક્રિએટિવિટી વિશે છે. કોડિંગ કેવી રીતે કરવું તે શીખવવાથી વિદ્યાર્થીઓને નાના અને વધુ મેનેજ કરી શકાય તેવા ભાગોમાં પ્રોબ્લેમ્સને વિભાજિત કરવામાં મદદ મળી શકે છે. આ પદ્ધતિસરના અભિગમ મેથેમેટિક્સ, સાયન્સ અને હ્યુમેનિટીઝ જેવા વિષયોમાં લાગુ કરી શકાય છે.

નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી) 2020 પણ 21મી સદીની આવશ્યક કુશળતાઓ તરીકે અભ્યાસક્રમમાં કમ્પ્યૂટેશનલ થિંકિંગ અને કોડિંગના સંકલન પર ભાર મૂકે છે. તે પ્રારંભિક શિક્ષણમાં લોજિકલ રિઝનિંગ અને પ્રોબ્લેમ-સોલ્વિંગ જેવી પાયાની કુશળતાઓ પર ભાર મૂકે છે અને કોડિંગને સ્કૂલમાં દાખલ કરવાની ભલામણ કરે છે. આ બાબત પ્રોબ્લેમ-સોલ્વિંગ તથા એનાલિટિકલ સ્કીલ્સ વિકસાવવા પરના બહોળા ધ્યાન સાથે સંલગ્ન છે.

ફિનલેન્ડ, સિંગાપોર અને અમેરિકા જેવા દેશો 2010થી તેમના રાષ્ટ્રીય શાળાકીય અભ્યાસક્રમમાં કોડિંગને ઉમેરતા રહ્યા છે. ભારતે પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેના વિદ્યાર્થીઓ આમાં પાછળ ન રહી જાય. ક્રિટિકલ થિંકિંગ અને સહયોગ જેવી કુશળતાઓ ઊભી કરીને સ્કૂલ આધારિત કોડિંગ પ્રોગ્રામ્સ સુનિશ્ચિત કરી શકે છે કે ભારતીય વિદ્યાર્થીઓ 21મી સદીની ટેક અને નોન-ટેક કારકિર્દીઓ માટે જરૂરી તમામ કુશળતાઓ ધરાવતા હોય.

વાંચન અને ગણિતની જેમ જ કોડિંગ એ આજના સમયની પાયાની કુશળતા છે. તે લોજિકલ રિઝનિંગ દ્વારા આંકડાકીય જ્ઞાન અને સ્ટ્રક્ચર્ડ પ્રોબ્લેમ આર્ટિક્યુલેશન થકી શિક્ષણમાં વધારો કરે છે અને આ રીતે સર્વાંગી વિદ્યાર્થી વિકાસમાં યોગદાન આપે છે. જોકે સ્કૂલમાં કોડિંગ અને એઆઈ પ્રોગ્રામ્સને સાચા અર્થમાં અસરકારક બનાવવા માટે તેમાં ત્રણ મહત્વના પરિમાણો હોવા જોઈએઃ

શરૂઆત કરતા વિદ્યાર્થીઓએ ખરેખર કોડ લખતા અને ગ્રેડ-મુજબના સહયોગાત્મક પ્રોજેક્ટ્સ પર કામ કરવું જોઈએ. આમાં વધુ મગજ કસવાની જરૂર નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતમાં મોટાભાગના સ્કૂલ કોડિંગ પ્રોગ્રામ્સ થિયરી આધારિત છે એટલે એટલા અસરકારક નથી.

પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ અથવા વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાના કોડિંગ કામોમાં જોડવા જેમ કે એપ્લિકેશન્સ બનાવવી, ગેમ્સ બનાવવી અથવા એઆઈ મોડલ્સ ડિઝાઇન કરવા તે મહત્વપૂર્ણ છે. તેઓ વિદ્યાર્થીઓને ડિબગીંગ, ટેસ્ટિંગ અને સોલ્યુશન્સ લાગુ કરવામાં પાયાની કુશળતા વિકસાવવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખવામાં મદદ કરે છે. કોડિંગ પ્રોજેક્ટ્સ કામના સ્થળના દ્રશ્યોનું અનુસરણ કરે છે જેથી વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને કોલેજ પ્રોગ્રામ્સ માટે પોર્ટફોલિયો સાથે વધુ સારી રીતે તૈયાર કરવામાં મદદ કરે છે.

 

યોગ્ય સ્કૂલ કોડિંગ પ્રોગ્રામ શિક્ષકોને સશક્ત બનાવે તેવો પણ હોવો જોઈએ. કોડિંગ ટીચર્સ પાસે સાધનોની એક્સેસ હોવી જોઈએ જેથી તેઓ વાસ્તવિક સમયમાં પ્રોજેક્ટ્સ પર દરેક વિદ્યાર્થીની પ્રગતિનું નિરીક્ષણ કરી શકે. ખરેખર 360-ડિગ્રી, સહયોગાત્મક શિક્ષણ માહોલને ઉત્તેજન આપતા માતાપિતાએ આદર્શ રીતે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સનો લાઇવ વ્યૂ લેવો જોઈએ. આથી, સ્કૂલ કોડિંગ પ્રોગ્રામ્સમાં ઇન્ટિગ્રેટેડ, ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મનો સમાવેશ થવો જોઈએ જેથી કરીને ઘરે શીખવાની સાતત્યતા સુનિશ્ચિત કરી શકાય.

 

ભારત 2030 સુધીમાં વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક બનવા માટે તૈયાર છે, જેમાં મોટી સંખ્યામાં પ્રતિભાઓ ભવિષ્યને આકાર આપવા માટે તૈયાર છે. જો કે, આ વસ્તી વિષયક લાભનો અસરકારક રીતે ઉપયોગ ત્યારે જ થઈ શકે છે જો આપણી શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓને ટેક્નોલોજી આધારિત વિશ્વમાં વિકાસ માટે જરૂરી કૌશલ્યો સાથે તૈયાર કરે. કોડિંગ અને એઆઈ શિક્ષણને શાળાના અભ્યાસક્રમોમાં ઉમેરીને આપણી પાસે ભારતના યુવાનોને માત્ર ભવિષ્ય સાથે અનુકૂલન જ નહીં, પરંતુ તેને સક્રિયપણે આકાર આપવા માટે સશક્ત કરવાની તક છે. આ ભારતના અને વિશ્વના ભવિષ્યમાં કરાયેલું રોકાણ છે. ચાલો, એ સુનિશ્ચિત કરીએ કે ભારતના યુવાનો માત્ર ગ્રાહકો જ નહીં પણ ટેક્નોલોજી સર્જકો અને લીડર તરીકે ઉભરી આવે!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.